વિદેશ મા પટેલ યુવક ની હત્યા ! હત્યારા વિશે જાણી ચોંકી જશો કારણ કે..

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની ઘટના સામે આવી રહી છે. હાલ છેલ્લા ઘણા સમય થી વિદેશોમાં ભારતના લોકોની ખુબજ હત્યાના કિસ્સાઓ સામે આવું રહ્યા છે તેવાંમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવું રહ્યો છે જેમાં યુગાન્ડામાં મૂળ ખેડાના પટેલ યુવકની ગોળી મારીને હત્યા, પોલીસકર્મી જ નીકળ્યો હત્યારો. આવો તમને વિગતે જણાવીએ.

 

આ હત્યાની ઘટનાની મળતી માહિતી પ્રમાણે મૃતક યુવકની ઓળખ 24 વર્ષીય કુંતજ પટેલ તરીકે થઈ છે. જે મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા સાંઢેલી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર યુગાન્ડામાં કુંતજ માસીના ગ્રોસરી સ્ટોરમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આમ જયારે કુંતજ સ્ટોરથી ઘરે જઈ રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા શખસે છાતીમાં ગોળી મારીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના 27 ઓક્ટોબરના બપોરની હોવાનું સામે આવ્યું છે. કુંતજના મોતના સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે બાદ પરિવારની હાલત રડી રડીને બેહાલ થઈ ગઈ છે.

આમ આ સાથે મીડિયા રિપોર્ટ અનુસાર મૂળ સાંઢેલી ગામના કુંતજના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. ત્યારબાદ તે અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાયી થયા હતા. અહીં તે માસીના એક ગ્રોસરી સ્ટોરમાં કામ કરતો હતો. ઘટના બાદ સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન હત્યારો એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવતા બધા ચોંકી ગયા હતા.

આમ આ હત્યાની ઘટનાની જાણ થતા યુગાન્ડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લગભગ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વાત સામે એવી આવી રહી છે કે, હત્યા કરનાર બીજુ કોઈ નહીં પણ યુગાન્ડા પોલીસનો કોન્સ્ટેબલ હતો. હત્યા શા માટે કરવામાં આવી તે કારણ હજી અકબંધ છે. હાલ તો પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *