હત્યા કે આત્મહત્યા? કુવામાંથી એક સાથે મળી આવ્યા 5 મૃતદેહ, ત્રણ સગી બહેનો સહીત બે બાળકો 2 દિવસથી લાપતા…
રાજસ્થાનના જયપુર જિલ્લાના દડુ શહેરમમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં કુવામાંથી પાંચ મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. જેમાંથી ત્રણ બહેનો હતી અને બે બાળકો હતા. મૃતદેહોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના સંબંધીઓને જાણ કરી છે. મૃતદેહોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે દુદુના નરેણા મોર ખાતે કુવામાંથી ત્રણ મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવતાં ચારેબાજુ ફફડાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગ્રામજનોની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય બહેનોએ પહેલા બંને બાળકોની હત્યા કરી અને પછી પોતે પણ તેમની સાથે કૂવામાં ઝંપલાવ્યું. પોલીસ તેને આત્મહત્યાનો મામલો માની રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય બહેનો શુક્રવારે ઘરેથી ગુમ થઈ ગઇ હતી. તેની સાથે કમલેશનો ચાર વર્ષનો પુત્ર અને મમતાનો વીસ દિવસનો પુત્ર પણ હતો. સંબંધીઓ તેને શોધી રહ્યા હતા. તેના ગુમ થયાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન શનિવારે સવારે પાણી કાઢવા દરમિયાન એક વ્યક્તિએ કૂવામાં પાંચેયના મૃતદેહ જોતા આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસ મૃતકના સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. ત્રણેય બહેનોના લગ્ન દડુના ત્રણ ભાઈઓ સાથે થયા હતા. ત્રણેય ભાઈઓ ખેતી કરે છે. પોલીસ આ મામલે દરેક પાસાઓની તપાસ કરી રહી છે.
જયપુરના એસએસપી દિનેશ કુમાર શર્માએ કહ્યું કે માહિતી મળી હતી કે એક જ પરિવારની ત્રણ પુત્રવધૂઓ તેમના બાળકો સાથે ઘરની બહાર નીકળી હતી. ગુમ થયાની માહિતી પેહર પક્ષ દ્વારા અગાઉ પણ નોંધાવવામાં આવી હતી અને તેઓએ અહેવાલ પણ આપ્યો હતો, જેના આધારે અમે ત્રણેય મહિલાઓની શોધ કરી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે સાસરિયાંમાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, ત્યારપછી ત્રણેય બહેનો ઘર છોડીને ચાલી ગઈ હતી. ત્રણેયના મૃતદેહ કુવામાંથી મળી આવ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી છે, જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.