હિન્દૂ-મુસ્લિમના વધતા વિવાદો વચ્ચે આ ચુસ્ત મુસ્લિમ પરિવારે કરી અનોખી પહેલ, દીકરાના લગ્નની કંકોત્રી અને વિધિ હિન્દૂ ધર્મ મુજબ….

જ્યાં એક તરફ લોકો માનવતા ભૂલીને હિન્દૂ-મુસ્લિમના વિવાદોમાં વધારો કરી રહ્યા છે એવામાં બીજી તરફ ગુજરાતમાં એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. હિન્દૂ-મુસ્લિમ એ જાતિ છે પણ સૌપ્રથમ આપણે એક ભારતીય છીએ અને ભારતમાં રહેતા દરેક જાતિના લોકો હળીમળીને રહે એ હાલ એક સપનું લાગી રહ્યું છે એવામાં રાજુભાઇ મુરાદભાઈ મકરાણીના પુત્ર મખદૂમભાઈએ એકતાની એક અનોખી પહેલ કરી છે.

સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે એક મુસ્લિમ પરિવાર દ્વારા તેમના પુત્રના લગ્નમાં હિન્દુ ધર્મની પરંપરા મુજબ કંકોત્રી છાપી હતી અને આ સાથે જ એ લગ્નની તમામ પ્રકારની વિધિ હિન્દુ વિધીથી પૂર્ણ કરવામાં આવી હતી. આ હિન્દૂ-મુસ્લિમ ભાઈચારના એક ઉદાહરણ તરીકે સ્થાપિત થયું અને આને કારણે સમગ્ર તાલુકામાં મુસ્લિમ પરિવારની કોમી એકતા વિશે ચર્ચા થઈ રહી છે.

જો લગ્નની કંકોત્રી વિશે વાત કરીએ તો કંકોત્રીની શરૂઆત જયશ્રી બળીયાદેવ બાપા, શ્રી ગણેશાય નમઃ, જય શ્રી મેલડી માં અને જય શ્રી ભાથીજી દાદાના આશીર્વાદ કઈંક આ રીતે થાય છે અને આ ચુસ્ત મુસ્લિમ પસરિવારે તેના દરેક સગા-સંબંધીઓને આ જ કંકોત્રી આપીને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. વાત ફક્ત અહીંયા પુરી નથી થતી પણ લગ્નની વિધિ પણ હિન્દુ ધર્મ મુજબ થઈ હતી, જેમાં શનિવારે પીઠીના પ્રસંગ સહિત દરેક પૂજા અને વિધિ કરવામાં આવી હતી. આ સાથે લગ્ન ની પણ તમામ વિધિઓ હિન્દુ શાસ્ત્ર મુજબ કરવામાં આવી હતી.

જો કે આ વિશે વાત કરતા ચુસ્ત મુસ્લિમ પરિવારના રાજુભાઈ મકરાણીએ કહ્યું હતું કે આપણે બધા પહેલા માણસ છીએ અને પછી હિન્દૂ મુસ્લિમ જેવી જાતિના સભ્યો. હું આજ સુધી હિન્દૂ પરિવાર સાથે રહ્યો છું અને ભાઈચારમાં માનું છું આ માટે હું મારા દીકરાના લગ્ન હિન્દૂ વિધિ મુજબ કરવા માગું છું જેથી મારા દરેક સંબંધીઓ લગ્નમાં આવીને તેને માણી શકે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.