ગીર સોમનાથ ના કુદરતના ખોળે વસેલા જિલ્લાના આ સ્થળોની જરૂરથી લેજો મુલાકાત…જુઓ આ ખાસ તસવીરો

પરિવાર સાથે થઈ જાઓ તૈયાર બે ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ જિલ્લાની આસપાસ આવેલ સ્થાનોની સફર માણવા માટે. હાલમાં જો તમે ફરવા જવાનુ વિચારી રહ્યા છો તો સોમનાથની મુલાકાત જરૂર લેજો કારણ કે અહીં પહોંચતી વખતે તમે અનેક સ્થળોએ ફરવા જઇ શકો છો. આજે અમે આપને એવા સ્થાનોની વાત કરીશું જે તમારા વેકેશનને યાદગાર બનાવશે. તો એક અઠવાડિયા સુધીનો સમાન પેક કરી લો.

સોમનાથ આવતા પહેલા જ તમે જૂનાગઢ શહેરમાં ગિરનારનાં દર્શન કરી શકશો. ગિરનાર રોપ-વે દ્વારા તમે માં અંબાજીના દિવ્ય દર્શનની અનુભૂતિ કરી શકો છો અને સાથો સાથ જુનાગઢમાં આવેલ અનેક સ્થળોની મુલાકાત કરી અહીં થી તમેં આગળ નીકળશો ત્યારે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતા ચોરવાડની પણ મુલાકાત લઈ શકો છો.


ચોરવાડમાં અત્યંત સુંદર દરિયા કિનારો અને ધીરુભાઇ મેમોરિયલ હાઉસ આવેલ છે. ચોરવાડ દરિયા કિનારાનો આંનદ માણીને તમે સોનનાથ નાં પ્રભાસ ક્ષેત્રમાં પહોચી જશો. સોમનાથ દાદાના દર્શન કરતા પહેલા તને ભાલકા તિર્થની મુલાકત લેજો. આ એ સ્થાન છે, જ્યાં શ્રીકૃષ્ણનું દેહાવસાન થયું હતું .. આ તિર્થ સોમનાથ મંદિરથી ચાર કિમી દૂર આવેલું છે.

ભાલકાતીર્થ પછી તમે સોમનાથ સાનિધ્યમાં પહોંચી જશો. પ્રથમ આદિ જ્યોતિલીંગનાં દર્શન કરીને તને મંદિરના પરિસરમાં જરૂર વિચરણ કરજો. ત્યારબાદ અહિલ્યા બાઈ મંદિર અને સોમનાથ મ્યુઝિયમની મુલાકાત લેજો. સૌથી આકર્ષણનું કેન્દ્ર છે સમુદ્રપંથ છે. અહીં તને દરિયા કિનારાની સુંદરતા માણી શકશો. સોમનાથમાં અતિથિ ગૃહ અને હોટેલ આવેલ છે જ્યાં રાત રોકાઈ તમે સવારે સોમનાથની પાસે આવેલ સ્થળો એ ફરવા જઇ શકો છો.

તુલસી શ્યામ જુ નાગઢથી 129 કિમી દૂર આવેલું યાત્રાધામ એટલે તુલસીશ્યામ. જંગલમાં આવેલું આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે. શિળાયો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે. અહીં એન્ટીગ્રેટિવ પ્લેસ છે.ત્યારબાદ કનકાઈ-બાણેજગીરના જંગલોમાં આવેલી આ બે પવિત્ર જગ્યાઓ છે. બાણેજમાં મહાદેવનું મંદિર અને કનકાઈ માતાજીના દર્શન કરી શકો.

હવે સૌરાષ્ટ્ર આવ્યા અને સિંહ દર્શન વિના થોડી જવાય!ગીર જંગલએશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગીર છે. જે ગીર સોમનાથ જિલ્લામાં પણ ફેલાયેલું છે. અહીં તમને આવતા જતા સિંહો જોવા મળી જાય. વનરાજીઓનું સૌંદર્ય ખૂબ જ આકર્ષક છે. સિંહ દર્શન માટે ગીરનું જંગલ બેસ્ટ છે.ગિરમાં આવેલ રિસોર્ટમાં રોકાંઈ અને અહીં જંગલનો આંનદ માણી શકો છો. સવારે તમે દિવ ફરવા જઈ શકો છો.

દિવ જતા પહેલા તમે નાયગ્રા ધોધ સમાન જમજીર ધોધની મુલાકાત લેશો. શિંગોડા નદીના ધોધને જમજીરના નામે ઓળખવામાં આવે છે. વિશાળ શીલાઓની વચ્ચેથી પડતા આ ધોધનો અવાજ દૂર દૂર સુધી સાંભળવા મળે છે. સૌરાષ્ટ્રમાં ફરવા આવતા લોકો આ શાંત અને રમણીય સ્થળ પર ચોક્કસ આવે છે.

જમજીરનો ધોધ ને નિહાળ્યા પછી તમે આખરે ગુજરતિઓ નું ધબકતું હદય સમાન મીની ગોવા એટલે દિવમાં આનંદદાયક પળ મનાવી શકો છો. દિવમાં સુંદર દરિયા કિનારો આવેલ છે તમેજ અહીં તમે એડવેન્ચર એક્ટિવિટી જેમ કે, બોટિંગ, સ્ફુબા ડાઇવિંગ પણ કરી શકો છો. તેમજ દિવમાં આવેલ કિલ્લા અને ચર્ચની મુલાકાત લઈ શકો છો. ખરેખર પરિવાર સાથે તમારી સૌરાષ્ટ્રની સફર યાદગાર રહેશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *