નવસારીના આ ગામડા માં ખોદકામ સમયે મળી આવી રહસ્યમી વસ્તુઓ, ચકાસણી કરતા ખબર પડી કે આતો….
મિત્રો આ દુનિયામાં કોઈ પણ વસ્તુ, ઈતિહાસિક અને પૌરાણિક વસ્તુઓ ક્યારે અને કેવી રીતે મળી આવતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ ખોદકામ દરમિયાન જૂની વસ્તુઓ સામે આવી જતી હોઈ છે. જેમાં ભગવાનની મૂર્તિઓ, જુના ચલણી સિક્કાઓ વગેરે અવશેષો સામે આવતા હોઈ છે તેવીજ રીતે હાલ કિસ્સો ગુજરાતના એક નાનકડા ગામ માંથી સામે આવી રહ્યો છે જેમાં એવી વસ્તુઓ સામે આવી હતી કે લોકોએ માથા ટેકવી લીધા હતા. આવો તમને જણાવીએ કે ખોદકામ સમયે શું સામે આવ્યું હતું.
આ કિસ્સો ચીખલી તાલુકાના ચીતાલી ગામ ધના રૂપા થાનક માંથી સામે આવી રહ્યો છે જ્યાં ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. જો તમને આ ગામના ઇતિહાસ વિષે જણાવીએ તો આ ચિતાલી ગામે ઘોડિયા સમાજના લોકો ધના અને રૂપાનું મુખ્ય સ્થાન આવેલું છે. તેમજ આ ઘોડિયા સમુદાયના લોકો ધના અને રૂપા નામના વ્યક્તિઓને પોતાના પૂર્વજો માને છે. આમ જ્યારે કોઈ વ્યક્તિ મૃત પામે છે ત્યારે તે મૃતકની અંતિમ વિધિ વખતે ધના ખત્રી અને રૂપા ખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જ અન્ય અવસાન પામેલા સ્વજનોની છાક પડાય છે. હયા મૃતકના પરિવાર દ્વારા મૃતક સ્વજનોના ખતરા બેસાડવાની પરંપરા ચાલી આવે છે.
હવે થયું એવું કે આ ધના રૂપાના સ્થાનકના વિકાસનું કામ હાથ ધરાયુ છે. જેમાં આજે ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આ ગામના વર્ષો જૂના પીપળાના વૃક્ષો તળે ખોદકામ કરાતા મોટી સંખ્યામાં કાળક્રમે દટાયેલા પથ્થરના ખતરા અને જુના ચલણી સિક્કાઓ મળી આવતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. મળતી માહિતી મુજબ આ વાત જ્યારે ગામમાં ફેલાઈ હતી ત્યારે મોટી સન્ખ્યામાં લોકોની ભીડ ત્યાં આવી પહોંચી હતી.
તેમજ આ સાથે જાણવા મળી રહ્યું છે કે 1891, 1885, 1901, 1905 1920, 1980ના વર્ષના ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. જેમાં પાંચ અને 10 પૈસાના સિક્કાનો પણ સમાવેશ થાય છે. આ થાનકના વિકાસ માટે સરકાર દ્વારા પણ અનુદાન ફાળવવામાં આવ્યું છે અને ધનારૂપા ડેવલપમેન્ટ કમિટી દ્વારા આવનાર સમયમાં શ્રદ્ધાળુઓ રાત્રિ રોકાણ કરી શકે તે માટે અને પુસ્તકાલય બનાવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે ખુબજ સરાહનીય કાર્ય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો