નડિયાદ: ગણેશચતુર્થી ના દિવસે બની દુઃખદ ઘટના! તાડપત્રી લગાવતી વખતે 3 યુવકોને લાગ્યો કરંટ અને… પરિવાર શોક માં ડૂબ્યો

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં તાડપત્રી લગાવતી વખતે થઈ ખુબજ ગંભીર દુર્ઘટના જેમાં બી લોકો ણા મોત અન્ય એક ઈજા ગ્રસ્ત. આવો તમને આ ઘટના વુગતે જણાવીએ.


વાત કરીએ તો આ ઘટના નડિયાદમાં ગણેશપંડાલ પંડાલમાંથી સામે આવી રહી છે જ્યાં બે યુવકોના મોત થતાં પંથકમાં તહેવારના દિવસે શોકનો માહોલ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ગણેશપંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 3 યુવકને કરંટ લાગ્યો હતો. જેમાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ તરફ અન્ય એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.


ઘટના જણાવીએ તો ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેને સ્થાનિક 3 આશાસ્પદ યુવકો દ્વારા ગણેશપંડાલમાં તાડપત્રી લગાવવાણી કવાયત હાથ ધરાઇ હતી. જોકે વિધાતાને કઈક બીજું જ મંજૂર હોય તેમ ત્રણેયને તાડપત્રી લગાવતી વખતે કરંટ લાગ્યો હતો. માહિતી મુજબ 11 KVનો વાયર માથાના ભાગે અડી જતા આ દુર્ઘટના બની હતી.


આમ ગણેશ મહોત્સવમાં બનેલી કરૂણાંતિકાથી પંથકમાં શોકનું મીજઉ ફરી વળ્યું છે. વિગતો મુજબ ગણેશપંડાલ પંડાલમાં વરસાદી વાતાવરણને કારણે તાડપત્રી લગાવવા જતાં ત્રણ યુવકોને કરંટ લાગતાં 2 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આજે ગણેશ ચતુર્થીના દિવસે જ કરૂણાંતિકા સર્જાતાં પળભરમાં ગણેશપંડાલમાં માતમ છવાયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.