નવસારી: કાળમુખા ટ્રકે લીધો બાઈક ચાલકનોં જીવ! થયું એવુ કે…. જાણો વિગતે

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માતણી ઘટના નવસારીના અડદા ગામેં થી સામે આવી રહી છે જ્યાં રહેતા કાનજીભાઈ આહિરે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના ભત્રીજા ચિંતન અનિલભાઈ આહીર અને કેવલ ધીરૂભાઈ આહીર તેમની બાઇક (નં. GJ-21-8398) લઈને સાંજે નવસારી તરફ આવતા હતા. દરમિયાન કણાઈ ખાડી ગણદેવી રોડ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી ટ્રક (નં. GJ-21-T-3437)ના ચાલક સોનિયાભાઈ વાગરિયા વળવી (હાલ રહે. ગણદેવી સુગર ફેકટરીમાં, મૂળ રહે. નંદુરબાર)એ પૂરઝડપે હંકારી લાવી બાઇકને ટક્કર મારી હતી.

આમ જેને પગલે બાઈક પર સવાર ચિંતન અને કેવલ રોડ પર ફંગોળાયા હતા. જેથી ગંભીર ઈજાને પગલે ચિંતન આહીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કેવલ આહિરને શરીરે ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે મૃતક ચિંતન આહીર દુબઇમાં નોકરી કરતો હોય અને ટૂંક સમય માટે ઘરે આવ્યો હતો. ઘટના બાદ ટ્રક ચાલક સોનિયાભાઈ ભાગી જવાની પેરવી કરતા લોકોએ ઝડપી પાડી માર મારી પોલીસને જાણ કરી સોંપ્યો હતો. આમ આ ઘટના અંગે પીએસઆઈ વી.જે.પટેલ તપાસ કરી રહ્યાં છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *