નવસારી :યુવકે નદીમાં લગાવી મૌતની છલાંગ! પતિ-બાળકો બન્યા નિરાધાર, કારણ ફક્ત એટલું….

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી. આવો તમને આ આત્મહત્યાનો કિસ્સો વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ આપઘાતની ઘટના નવસારીના સોનવાડી ગામ માંથી સામે આવી રહી છે જ્યાં ગામ માંથી પસાર થતી અંબિકા નદી ના પુલ ઉપરથી નીચે ઉતરી પાણીમાં મોતની છલાંગ લગાવનાર 30 વર્ષીય પ્રવીણ કેવડા પટેલ નું પાણીમાં ડૂબી જવાથી મોત થતા. છેલ્લા બાર કલાકથી ગણદેવી ફાયર ની ટીમ યુવાનના લાશની શોધખોળ કરી રહી હતી ત્યારે આજે સાંજે લાશ મળતા પરિવારને જાણ કરવામાં આવી હતી.ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

તમને જણાવીએ તો વિજલપોર ખાતે આવેલા સાઈ ચેમ્બર્સ એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય પ્રવીણ પટેલને પરિવારમાં એક પત્ની અને બે બાળકો છે યુવાન નવસારીના રૂબી કોમ્પલેસ ખાતે ડાયમંડ ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારે આજે સોનવાડી પુલ આવીને પોતના તે દરમિયાન અગમ્ય કારણોસર સોનવાડી પાસે આવેલી અંબિકા નદી પાસેના બ્રિજ પર પહોંચીને બાઈક મોબાઈલ તથા અન્ય સામગ્રી બાઇકમાં મૂકી નીચે ઉતરી ને છલાંગ લગાવી હતી.

આમ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર 12 કલાકની જહેમત એ યુવાનની લાશ શોધી કાઢતા બહાર કાઢી હતી ત્યારબાદ યુવાનની ઓળખ થતા પરિવારને જાણ કરવામાં આવી હતી. આમ યુવાનના આપઘાત ને લઈને કોઈ ચોક્કસ જાણકારી પરિવારને પણ ન મળતા હાલ ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કર્યો છે યુવાનના આપઘાતથી તેના બે દીકરાઓ અને પત્ની નો આધાર છીનવાયો છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *