નવસારી: ૨૪ કલાક ની અંદર મહિલા સહીત બે વ્યક્તિના થયા ટ્રેન અકસ્માતમાં મોત! એકે આત્મહત્યા કરી તો બીજાએ…જાણો

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. આમ જે બાદ તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. આ ઘટના બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. જેમાં એક મહિલા સહીત બે વ્ય્ક્તિકના મોત થયા છે. આવો તમને પૂરી ઘટના જણાવીએ.


આ ઘટના નવસારી રેલ્વે સ્ટેશન બની હતી જ્યાં ૪૦ વર્ષીય કમલાબેન અંબાલાલ કોંડા જ્યારે પ્લેટફોર્મ પસાર કરતી હતી ત્યારે તેનું ટ્રેનની અડફેટે આવી મોત થયું હતું. જ્યારે અન્ય વ્યક્તિની વાત કરીએ તો ૨૪ કલાક માજ સચિન થી ભેસ્તાણન રેલ્વે સ્ટેશનની વચ્ચે અજાણ્યા ૪૫ વર્ષીય યુવાને પડતું મુક્યું હતું આં તેનું પણ મોત નીપજ્યું છે. તમને જણાવીએ તો કમલાબેન તેમની પુત્રી સાથે સામાજિક કામ અર્થે બહારગામ ગયા હતા. અને તે દરમિયાન સાંજે ૭.૫૫ વાગે ડાઉન લાઈન ટ્રેક પ્લેટફોર્મ નંબર-1 ઉપર સમાન સાથે ચઢવા જતા ચઢાયું ન હતું. તેઓ કોશિશ કરતા હતા ત્યારે મુંબઈથી દિલ્હી તરફ જતી સુપર ફાસ્ટ ટ્રેન રાજધાની પ્લેટફોર્મ નં. -1 પરથી પસાર થતા કમલાબેન કોંડા અડફેટે આવી જતા તેમનું ગંભીર ઇજાથી મોત થયું હતું.

આમ જોકે તેમની પુત્રીને અને સામાનને તેઓએ પ્લેટફોર્મ ઉપર ચડાવ્યા હતા પરંતુ તેઓ ચડી નહીં શકતા આ ગંભીર અકસ્માત થયાનું જોનાર લોકોએ જણાવ્યું હતું.આમ અન્ય ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં સચિનથી ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચે આવેલ કિમી નંબર-252/20-22 ડાઉન ટ્રેક પર બાંદ્રા સૂરત ઇન્ટરસિટી ટ્રેનની આગળ પડતું મુકતા 45 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાથી મોત થયું હતું. અજાણ્યા યુવાનની ઉંચાઈ 5 ફૂટ 5 ઈંચ, રંગે ઘઉંવર્ણ, તેણે શરીરે સફેદ આડા પટ્ટાવાળી ટી-શર્ટ અને બ્લ્યુ પેન્ટ પહેર્યું હતું. ગળાના ભાગે અંગ્રેજીમાં JAAN લખાવેલું હોય આ યુવાનની ભાળ મળ્યેથી નવસારીના અહેકો કેસરસિંહ ઉદેસિંહ વલસાડ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *