બારડોલી હાઇવેપર ઘરે પરત આવતા પરિવારને નડ્યો, બાઈક સવાર પરિવારને કારે અડફેટે લેતા પત્નીની સામેજ પતિનું કમકમાટી ભર્યું મોત…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માત મીયાવાડી પાસે સામેથી આવતી કારે ઝડપભેર આવી બાઇકને અડફેટમાં લેતા યુવકને ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.માંડવી તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર કચેરીમાં આઉટ સોર્સિંગ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા બકુલ ગણેશભાઈ ખાનદેશી (40) રવિવારે પોતાની પત્ની અનિતાબેન તથા પુત્રીઓ હેતવી (12) તથા હની (4) (રહે. નવીનગરી, માંડવી) કડોદ સંબંધને મળી રવિવારે સાંજે બાઇક (GJ-19AK- 3308) ઉપરત ફરી રહ્યા હતાં.

તેમજ આ દરમિયાન બારડોલી તાલુકાના મિયાવાડી ગામની સીમમાં સામેથી પૂર ઝડપે આવતી કારેના(GJ-5RL 8312) ના ચાલક જય મુકુંદભાઈ હીરપરા (29) (રહે.કામરેજ) પોતાની કાર ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક સવાર પરિવારને અડફેટમાં લીધો હતો. આ અકસ્માતમાં બાઈક અને કાર બંને રોડની સાઈડે ફંગોળાઈ ગયા હતાં. અકસ્માતમાં કારનું શીર્ષાશન થઈ ગયું હતું. અકસ્માતમાં બાઈકચાલક બકુલ ખાનદેશીનું ગંભીર ઇજાઓ સાથે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું,

આમ જ્યારે તેની સાથે સાથી સવાર પત્ની અનિતાબેન તથા બંને પુત્રીઓને ગંભીર ઇજાઓ જણાતા તેઓને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *