ન કોઈ લકઝરી ઘર કે ન કોઈ લકઝરી કાર, પણ આટલી સાદાઈ ભર્યું જીવન જીવે છે ડાયમન્ડ કિંગ !તસવીરો જોઈ તમે કેશો…..
સવજીભાઈ ધોળકિયા જે પોતાના સેવાનાં કાર્યો ને લઇ હમેશા ચર્ચામાં રહેતા હોઈ છે. સવજીભાઈ સુરતના ડાયમંડ કિંગ તરીકે પણ ઓળખાઈ છે. તેમજ સવજીભાઈ માત્ર ચાર ધોરણજ ભણેલા છે અને આજે એવી સફળતા હાંસિલ કરી છે જેની કોઈ વાતજ નહિ. તે કરોડોનાં માલિક હોવા છતાં પણ સવજીભાઈ હજી પણ એક સાદું અને સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમજ તેમનો ગાય, ખેતી અને વતનપ્રેમી કાબિલેદાદ છે. તો આવો તેમના જીવનની વાતો અને તસવીરો પર નજર ફેરવીએ.
સવજીભાઈ ધોળકિયાનું સૌથી મોટું યોગદાન સૌરાષ્ટ્રનાં કેટલાક તાલુકાઓમાં જ્યાં દુકાળ જેવી સ્થિતિ હોઈ છે. ત્યાં તળાવો બનાવીને લોકો અને ખેડૂતો માટે ખુબજ મોટું કામ કરી રહ્યા છે. તેમના જન્મસ્થળ તેમજ અન્ય તાલુકાઓમાં પણ તેમણે પોતાના સ્વખર્ચે તળાવ બનાવવાનો એક સારું સેવાકીય કાર્ય શરુ કર્યું છે. લોકો પણ તેમની આ સેવા જોઈ ખુબજ ખુશ થઈ તેમનાં વખાણ કરી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્રના દુધાળા ગામે ૧૨ એપ્રિલ ૧૯૬૨નાં દિવસે જન્મેલા સવજી ધોળકિયા આજે ઉદ્યોગ ક્ષેત્ર અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમનું ખુબ મોટું યોગદાન રહ્યું છે.
તેમની કંપની હરેકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લીમીટેડને દેશની સર્વશ્રેઠ ૫ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. તેમજ તેમની ડાયમંડ ફેકટરીમાં અંદાજે સાડા છ હજાર જેટલા કર્મચારી કામ કરી રહ્યા છે. અને વર્ષે અંદાજે કુલ ૬,૦૦૦ કરોડ કરતા પણ વધારે ટર્નઓવર કરતી કંપની છે. તેમજ દિવાળી બોનસના રૂપમાં સવજીભાઈ કાર, ઘરેણા, વગેરે તેમનાં કર્મચારી ને આપતા જોવા મળ્યા હતા. આમ અવાર નવાર આવા કિસ્સાઓ ને લીધે સવજીભાઈ મીડિયા પર છવાયેલા છે. સવજીભાઈ ધોળકિયા ની સૌથી મોટી સિદ્ધિ તરીકે પંચગંગા તીર્થ નિર્માણ ને માનવામાં આવે છે. અહી કુલ ૫ જેટલા સરોવરો બનાવવા માટેની મહેનત સવજીભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવી રહી છે.
આમ જોઈએ તો અંદાજે ૨૦૦ એકરની અંદર આ સરોવરનું કામ ચાલી રહ્યું છે. તેમજ સવજીભાઈના કહેવા મુજબ આ તળાવ બનાવવા માટે અત્યાર સુધી પાંચ લાખ ટ્રક માટી ઉલેચવામાં આવી છે. અને હવે તો તેમણે ગણતરી કરવાનું પણ મૂકી દીધું છે. તેમજ તેમના કહેવા પ્રમાણે આ પંચગંગા તીર્થ નાં વિકાસ બાદ ૩૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં જમીનના તળમાં પાણીનો ભરાવો થશે. અને આસપાસનાં ગામોમાં પાણીનું જળસ્તર વધશે અને ખેડૂતોને ખુબ મોટો લાભ મળશે. આમ તેની સાથે સવજીભાઈને ખેતી, તેમજ ગાયનો ઉછેર વગેરે કરવું ખુબ પસંદ છે. તેમજ તેઓ કર્મચારીઓના વડીલો સાથે દર વર્ષે ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરતા હોઇ છે.
તેમજ હાલના સમયમાં તેઓ મોટીવેશનલ સ્પીકર તરીકે પણ અને જગ્યાએ વ્યાખ્યાયણ આપી રહ્યા છે. તેમના જીવનમાં તેમણે મેળવેલી સફળતા અને તેઓ અન્ય યુવા પેઢીઓ માટે માર્ગદર્શક તરીકે તેમજ ઉપરથી અવાર નવાર યુવાનો સાથે સંવાદ કરતા રહે છે. કારણકે ઈચ્છાશક્તિથી કોઈપણ ક્ષેત્રની અંદર વ્યક્તિ આકાશ ને આપી શકાય તે પ્રકારની સિદ્ધિ મેળવી શકે છે. આવા પ્રકારની વાતો તેઓ યુવાનો સાથે કરતા હોઇ છે.