નેકી કર દરિયા મેં ડાલ કહેવત સાચી થઇ ! પક્ષીઓ ની દર્દશા જોઈ રાજકોટના ખેડૂતે ૨૦ લાખના ખર્ચે બનાવ્યું પક્ષી ઘર આવો જાણ્યે આ પક્ષી ઘર ની ખાસિયત

માણસો ની પાસે તો  શિયાળો , ઉનાળો અને ચોમાસા ની ઋતુ માં પણ બચવા માટે ઘર અને તેમાં તમામ સુવિધા મળતી હોય છે અને વાત જો પક્ષીઓ ની કરવામાં આવે તો તેમની પાસે તો કઈ જ હોતું નથી. એવામાં પક્ષીઓના પાલનહાર બની એક ખેડૂતે  શિવલિંગ આકાર નું એક પક્ષી ઘર બનાવી આપ્યું છે. તો ચાલો જાણ્યે આ પક્ષી ઘર બનવા પાછળ ની કહાની. જ્યાં એક તરફ લોકો પોતાના ઘર માં કે બાલ્કનીમાં પક્ષીઓ નું આવવું પસંદ નથી કરતા ત્યાં જ ભગવાનભાઈ જેવા લોકો પણ છે કે  જે પક્ષી ને ને બહુ જ પ્રેમ કરે છે. અને તેમના માટે ૨૦ લાખ રૂપિયા નો ખર્ચ કરી પક્ષીઓ માટે ઘર બનાવ્યું છે. તેમણે ૨૫૦૦ માટીના માટલાઓ થી પક્ષી ઘર બનાવ્યું છે અને હવે લોકો દુર દુર થી આ પક્ષી ઘર ને જોવા આવી રહ્યા છે.

વર્ષો થી પક્ષીઓ ને દાણા આપતા ૭૫ વર્ષના ભગવાનજી ભાઈ ને વારંવાર એક ચિંતા થતી હતી કે ચોમાસામાં પક્ષીઓ ક્યાં રહેતા હશે. બસ પછી સુ તેમણે પોતે જ પક્ષીઓ ની આ સમસ્યાનો નિકાલ કાઢયો . માત્ર ચાર ધોરણ ભણેલા ભગવાનજી ભાઈ એ પોતે સુજ્બુજ ના આધારે ૧૪૦ ફૂટ લાંબુ અને ૪૦ ફૂટ ઉચું પક્ષી ઘર તૈયાર કર્યું. તમને જાણી ને બહુ જ નવાઈ લાગશે કે તેમના માટે તેઓ એ લગભગ ૨૦ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ ઘરમાં પક્ષીઓ ને વધારે ઠંડી કે ગરમી નો અનુભવ નહિ થાય. અને વરસાદ ની ઋતુમાં તેઓ પલળી પણ નહિ જાય. જોવામાં તો આ પક્ષી ઘર શિવલિંગ આકાર નું છે. જેને બહુ જ સરસ રીતે ટેકનીક નો ઉપયોગ કરી બનાવામાં આવ્યું છે. આ પક્ષી ઘર વાવાઝોડું કે વીજળી થી પણ પક્ષીઓને  સુરક્ષા આપશે.

૭૫ વર્ષના ભગવાનજી ભાઈ નું પૂરું નામ  ભગવાનજી ભાઈ મોહનભાઈ રૂપાપારા છે. તે ગુજરાતના રાજકોટના નવી સાંકલી ગામના રહેવાસી છે. ભગવાનજી ભાઈ ખેડુત  છે અને ૧૦૦ એકડ ની ખેતી નું કામ સંભાળે છે. તેમના બંને  દીકરા એક એગ્રો કંપની ચલાવે છે. આની પહેલા તેમણે એક શિવમંદિર પણ ગામમાં બનાવ્યું હતું અને હવે આ પક્ષી ઘર ને પણ શિવલિંગ નો જ આકાર આપવામાં આવ્યો છે. મીડિયા રીપોર્ટ ના આધારે ભગવાનજી ભાઈ દરરોજ લગભગ ૫૦-૬૦ કિલો દાણા પક્ષીઓ ને ખવડાવે છે. પક્ષીઓના ઘર બનવા માટે ભગવાનજી ભાઈ એ ગામના સરપંચ પાસે જમીન માંગી હતી. આ ઘર બનાવા માટે નું મહુરત પાછલા વર્ષે ૨૦૨૧ માં કરવામાં આવ્યું હતું અને પુરા એક વર્ષ પછી આ પક્ષી ઘર બની ગયું છે.

પક્ષીઓ નું આ ઘર ૧૪૦ ફૂટ લંબાઈ, ૭૦ ફૂટ પહોળાઈ અને ૪૦ ફૂટ ઉચાઇ ધરાવે છે. આમાં લગભગ ૨૫૦૦ નાના મોટા માટલા ને ફીટ કરવામાં આવ્યા છે કે જેનાથી દરેક રીતે પક્ષી આમાં પોતાનો માળો બનાવી સકે. તેમણે પોતે જ ડીઝાઇન કરી છે. આમાં બે પ્રકારના નાના અને મોટા માટી ના માટલા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્પેશીયલ ઓર્ડર આપી ને બનાવ્યા છે. આ માટલા પોતાનામાં બહુ જ ખૂબીઓ ધરાવે છે. આ માટલા એ રીતે બનાવામાં આવ્યા છે કે તેમાં બહુ ઠંડી પણ ના લાગે અને અને બહુ ગરમી પણ ના લાગે. દરેક માટલા ની કીમત ૧૫૦ રૂપિયા ની આસપાસ છે. માટલા ને એ રીતે ફીટ કરવામાં આવ્યા છે કે તે સરળતાથી તૂટી સકે નહિ. દેશમાં આ એક પહેલા વ્યક્તિ હશે કે જેમને પક્ષી ઘર બનાવ્યું હોય જેમાં એક સાથે ૧૦ હાજર થી વધુ પક્ષીઓ પોતાના પરિવાર ની સાથે આરામ થી રહી સકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *