નેત્રંગા: કાર પરનું કાબુ ગુમાવતા થયું ગોઝારું અકસ્માત! એકજ પરિવારના ત્રણ લોકોની એક સાથે ઉઠી અર્થી…

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ગોઝારું અકસ્માતનો બનાવ નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર થી સામે આવી રહી છે. જ્યાં બસ સ્ટેન્ડ પાસે ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર બલદવા ડેમની ખાડીમાં પડી જતા મહિલા તલાટી અને પતિ સહીત 3 વર્ષની બાળકીનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું. રાજપીપળાના વડીયા ગામ પાસે આવેલ સત્યમ નગરમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી લવઘણ ઉક્ક્ડીયાભાઈ વસાવાનો 34 વર્ષીય પુત્ર સંદીપકુમાર લવઘણ વસાવા નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ ગોકુળધામ ખાતે પત્ની યોગિતાબેન સંદીપકુમાર વસાવા અને 3 વર્ષીય પુત્રી માહી સાથે રહે છે.

તેમજ તમને જણાવીએ તો પત્ની યોગીતાબેન વસાવા કામલીયા ગામ ખાતે તલાટી ક્મ મંત્રી તરીકે સેવા બજાવે છે જેઓ ગત રોજ પતિ સંદીપ વસાવા સાથે કાર લઇ કોડવાવ નજીક આવેલ ગજાનંદ હોટલ ખાતે જમવા ગયા હતા.જેઓ ત્યાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર કૂપ ગામના બસ સ્ટેન્ડ પાસે ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર બલદવા ડેમની ખાડીમાં ખાબકી હતી

આ અકસ્માતમાં કારમાં સવાર દંપતી અને 3 વર્ષની પુત્રી ડૂબી જતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ ઉપર પડેલ ખાડો એક પરિવારના ત્રણ સભ્યોને ભરખી જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.