ડાયરામાં આટલા રુપીયા ઉડતા પહેલા ક્યારેય નહી જોયા હોય ! જાણો ક્યા હતો ડાયરો અને કલાકાર
ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-વિદેશમાં ડાયરાનું એવું જ મહત્વ છે અને અનેક લોકો તેને માણે પણ છે. હાલ જ ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પાસે આવેલા રીબડા ગામે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન ભવ્ય ડાયરાનું આયોજન થયું હતું.
લોકડાયરો એટલો ભવ્ય હતો કે ત્યાં આવેલ કલાકારોએ જેટલી વખત ભજનો અને ગીતો ગયા ત્યાં સુધી તેમને પર પૈસાનો વરસાદ થતો રહ્યો. અંતે એવું લાગી રહ્યું હતું કે કલાકારો પૈસાના ઢગલામાં જ ક્યાંક ઢંકાઈ ગયા હોય.
જો ડાયરામાં આવેલ કલાકારોની વાત કરીએ તો જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે, ઓસમાન મીર જેવા કલાકારોએ ત્યાં આવેલ દરેક લોકોને લોકગીત, ભજન, દેશભક્તિનાં ગીત, લોકસાહિત્ય પીરસી મંત્રમુગ્ધ કર્યા હતા.
સાથે જ લોકડાયરામાં બીજા નામી ચહેરા જેવા કે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા પણ ઉપસ્થિત હતા અને આ લોક ડાયરાનો આનંદ ઉઠાવી રહ્યા હતા.
આ લોકડાયરો રીબડા ગામમાં યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનો એક ભાગ રહ્યો છે.આ ઉપરાંત આ શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો. સાથે જ ગોવર્ધન પૂજા અને આજે શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવના ભાગરૂપે રૂક્ષ્મણિ વિવાહ પ્રસંગ યોજાવવાનો છે.