દુલ્હન ની આવી ધમાકેદાર એન્ટ્રી પહેલા ક્યારેય નહિ જોઈ હોય ! ટ્રેકટર લઈ ને પહોંચી બોલો… જુવો વિડીઓ

હાલ લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે તેમાં લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરતા હોઈ છે અને આ લગ્નમાં ઘણા અજાણ્યા લોકો સગા બનતા હોઈ છે તેમજ લગ્ન ને ખાસ બનાવવા માટે લોકો અલગ અલગ ફેશન થી લગ્ન કરતા હોઈ છે તેમજ લગ્ન પછી રીશેપ્શન પણ રાખતા હોઈ છે. આ લગ્નમાં વર અને કન્યા બધાજ લોકો થી અલગ દેખાવા માટે પ્રયાસ કરતા હોઈ તેથી તેઓની એન્ટ્રી પણ ધમાકેદાર જોવા મળતી હોઈ છે જે જોઈ લોકો નાં હોશ ઉડી જતા હોઈ છે. તેવાજ એક લગ્નમાં દુલ્હનની આ અનોખી એન્ટ્રી નો એક વિડીઓ ખુબજ વાયરલ થતો જોવા મળી રહ્યો છે.

દુલ્હનની એન્ટ્રી ખાસ બનાવવા માટે આજકાલ શું કરવામાં આવતું નથી. દુલ્હનની એન્ટ્રીના ઘણા વિડીઓ તમે જોયા હશે પણ આ વિડીઓ જોઈ તમે પણ ચોકિ જશો. આ વિડીઓમાં દુલ્હન ઘોડા કે ગાડી થી નહિ, પણ તે ટ્રેક્ટર ચલાવીને લગ્નમાં પ્રવેશ કર્યો છે. સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ વિડીઓ માં જોવા મળી રહ્યું છે કે દુલ્હન તૈયર થઈને ટ્રેક્ટર પર પોતાની ભવ્ય એન્ટ્રી કરે છે. તેની સાથે બાજુની સીટ પર બે લોકો બેઠેલા પણ જોવા મળી રહ્યા છે.

આ વિડીઓ જોત જોતામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. અને જોવા વાળા લોકો આ વિડીઓ ને ખુબજ પસંદ પણ કરી રહ્યા છે. આ વિડીઓ મધ્યપ્રદેશના બેતુલ ગામ નો છે. જ્યાં દુલ્હન કારણે બદલે ટ્રેક્ટર દ્વારા પોતાનાં લગ્ન સ્થળે રવાના થઇ હતી. દુલ્હનની ઓળખ થતા તેનું નામ ભારતી ટાર્ગે સામું આવી રહ્યું છે. અને હાલ તે વ્યવસાયે એન્જિનિયર છે. આમ તેણી સાથે તેનું ભાઈ પણ તેજ ટ્રેક્ટર પણ બેસેલો જોવા મળી રહ્યો છે.

આ બધું જોઈ લગ્નમાં આવેલા મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આનંદ મહિન્દ્રાએ પણ આ વિડીઓ ના ખુબજ વખાણ કર્યા છે. અને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર થી આ વિડીઓ શેર કરતા લખ્યું કે ભા’રતી સ્વરાજ ચલાવે છે અને સ્વરાજ મહિન્દ્રા ની બ્રાડ છે જે જોઈ આનદ ખુબજ ખુશ થાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.