આવી વિચિત્ર ઘટના નહી જોઈ હોય ! દીકરાનુ સાપ કરડવાથી મોત થયા બાદ પિતાનું પણ એવી રીતે….

બાપ અને દીકરો ભલે બંને ને કોઈ દિવસ સાથે ન જોઈએ કે ન કોઈ દિવસ એક વાત પર સમત થતાં ન હોય પરંતુ જ્યારે બાપ કે દિકરા પર કોઈ સંકટ આવે તો તેઓ પોતાની જાન પણ કુરબાન કરી સકે છે . બાપ દીકરો પોતાનો પ્રેમ કોઈની સામે પ્રગટ નથી કરતા પણ તેઓ એક બીજા ને દિલ થી માન આપતા હોય છે.એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરાને સાપ કરડવાથી મૃત્યુ થયા બાદ પિતાનું હાર્ટ એટેક આવી જવાથી મૃત્યુ થયું હતું.

આ ઘટના પંજાબ ના ભતિંડા જિલ્લાના બુર્જ ગિલ ગામની છે. જ્યાં દીકરા ને સાપ કરડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું .તેનું નામ વીરેન્દ્ર સિંહ હતું.જેની ઉંમર ૨૦ વર્ષ ની હતી.તેના મોત પછી બીજા દિવસે જ્યારે પિતા જગપાલ સિંહ પોતાના સબંધી ઓ સાથે જ્યારે દીકરા ની અસ્થિઓ લેતા હતા ત્યારે હાર્ટ એટેક આવી જવાથી મૃત્યુ થયું હતું.આ ઘટના અંગે ગામ ના લોકો નું કહેવું છે કે,પિતા દિકરા ના મોત ને સહન કરી શક્યા નહિ આથી તેમને સદમો લાગતા મોત થયું હતુ.

૨ દિવસ થી પરિવારમાં પિતા અને પુત્ર ના આવા અકારણ મૃત્યુ થવાથી ઘરમાં શાંતિ પ્રસરી જવા પામી હતી. મૃત્યુ પામેલા દીકરા ની માતા અમરજીત કૌર એ આરોપ લગાવ્યો છે કે, રામપુર ના સિવિલ હોસ્પિટલ ના ડોકટર એ તરત સારવાર કરી નહોતી આથી મારા દીકરા નું મૃત્યુ થયું છે. આ ઘટના ૮ જુલાઈ ની હોવાની જણાય છે.જાણકારી મળ્યા અનુસાર બુર્જ ગિલ ગામના યુવક વીરેન્દ્ર સિંહ ૮ જુલાઈ ના રોજ જ્યારે ખેતર થી કામ કરી ઘરે ચાલી ને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં સાપ કરડી ગયો હતો.

આથી પરિવાર ના લોકો ને જાણ થતાં દિકરા વીરેન્દ્ર ને તેઓ રામપુરા ના સીવીલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા પછી તેને નીજી હોસ્પિટલ માં રેફર કરવામાં આવ્યો હતો. પરંતુ ૯ જુલાઈ ના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી તેના અંતિમ સંસ્કાર ગામના તટે કરવામાં આવ્યા હતા. આ ઘટના થી પિતા ને બહુ જ દુઃખ થયું હતું અને તેમને સદમો પણ લાગ્યો હતો. આથી જ્યારે બીજા દિવસે દીકરાની અસ્થી લેવા પિતા ગયા ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તેમનું પણ મૃત્યુ થયું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.