આવુ ગામ પહેલા નહી જોયુ હોય ! દરેક ઘર માથી એક સરકારી નોકરીયાત છે આ ગામ મા…. જાણો ક્યા આવેલુ ??
એક મજબુત સંકલ્પ, ખુબજ મહેનત અને સંઘર્ષ દ્વારા માનવી કાઈ પણ હાંસિલ કરી શકે છે. વ્યક્તિ જો કોઈ કામ કરવામાં ખુબજ મહેનત અને આત્મવિશ્વાસ થી કાર્ય કરે તો તેને સફળતાનું ફળ જરૂર ચાખવા મળે છે. આજે આપણે ભારતના એક ગામડાં વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. ભારતનું આ ગામ પોતાની ગરીબીથી ખુબજ જાણીતું હતું. આ ગામમાં વિકાસના નામ કાઈ પણ થતું નો હતું.
આજ ગામના ૪ યુવાનો પોતાના ગામની આવી દશા જોઈને તે ખુબજ દુખી થતા હતા. એક દિવસ તેમણે બેસીને વિચાર્યું કે ગામને આવી સ્થતિમાંથી બહાર કેવી રીતે કાઢવું. પરંતુ તેમની પાસે નાં તો પુરા પૈસા હતા કે નાં કોઈ નોકરી કે જેનાથી તે તેના ગામની આર્થીક સ્થિતિ સુધારી શકે. અને ૪ યુવાનોના મનમાં વિચાર આવ્યો કે જો ગામની સ્થિતિ બદલવી હશે તો શીક્ષણ એક માત્ર એવું હથિયાર છે જેના વડે સમગ્ર ગામની સ્થિતિ આપણે બદલી શકીએ.
આજે આપણે આ લેખની અંદર ઝારખંડ જીલ્લાનાં ડાલા ધનબાદ તાલુકાના છાંતકુલ્હી ગામ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. આમ તે ગામના ૩૦ યુવાનો આજે રેલ્વેમાં અલગ અલગ પોસ્ટ પર નોકરી કરી રહ્યા છે. તેને જોઈ ગામના બીજા યુવાનોને સરકારી નોકરી મેળવવા અંગે ઉત્સુકતા જાગી છે. અને આજે ગામના બધા યુવાનો સરકારી નોકરી માટે ખુબજ મહેનત કરી રહ્યા છે અને સરકારી નોકરી પણ મેળવી રહ્યા છે. આ બધુજ શક્ય કરનારા ગામના ૪ યુવાનો જેનું નામ ઇન્દ્રજીત, રાજુ, કમલ, અને અમલેશ ને છે અને તેઓનાં સપના પણ પુરા થયા છે.
અને આજના સમયમાં ભારત દેશનાં ઝારખંડ માં આવેલું આ છાંતકુલ્હી ગામમાં દરેક પરિવારનો એક સભ્ય સરકારી નોકરી ધરાવે છે અને આજના સમયમાં ગામની આર્થિક સ્થિતિ પણ બદલાઈ ગઈ છે ગામની સાક્ષરતા નું પ્રમાણ ૧૬ વર્ષથી અંદર ૨૦% થી વધીને ૮૫% થયું છે આમ ગામની અંદર ૨૫૦ થી વધારે લોકો પાસે વિવધ સરકારી વિભાગોની અંદર સરકારી નોકરી છે. અને બધાજ લોકો ગામના વિકાસ માટે ખુબજ ફાળો આપી રહ્યા છે.