આવું લગ્નનું આમંત્રણ કાર્ડ ક્યારેય નહિ જોયું હોય… ક્રિએટિવિટી જોઈને મહેમાનો પણ દંગ રહી ગયા…

દરેક લગ્નમાં કઈક ને કઈક તો ખાસ ને અનોખું આકર્ષણ જોવા મળતું જ હોય છે.લગ્ન હોય ત્યાં એક પ્રકારના ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હોય છે જેમાં દરેક લોકો ખૂબ જ પ્રસન્ન હોય છે અને તે સમયનો સદુપયોગ કરી આનંદ ઉઠાવી લેતાં હોય છે.મહેમાનો ની સાથે સાથે દુલ્હન અને દુલ્હા પણ પોતાના લગ્નની બહુ જ આનદ મેળવી લેતા હોય છે.દરેક વર કન્યા એવું ઈચ્છતા હોય છે કે તેમના લગ્ન લોકોને યાદગાર બની રહે અને એટલા માટે તેઓ લગ્નની તારીખ આવતાની સાથે જ અનેક પ્રકારની તૈયારી કરવા લાગી જતાં હોય છે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા અનેકો અજીબ ગરીબ તુક્કા લગાડતા હોય છે.હાલમાં લગ્નને લઈને અનેકો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા હોય છે કે જે લોકોની અંદર ચર્ચાનો વિષય બની જતો હોય છે.

હાલમાં એક લગ્ન કરવા જઈ રહેલા કપલ એ લગ્નને યાદગાર બનાવવા માટે એક અનોખી રીત અપનાવી છે.તેઓએ લગ્નના કાર્ડની સાથે જ એક નવીન ક્રિએટિવિટી કરી બતાવી છે જે દરેક મહેમાનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને તે જોઈ દરેક લોકો દંગ રહી ગયા છે.હાલમાં સોશિયલ મીડિયા પર તેમના લગ્નનું આ આમંત્રણ કાર્ડ બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે.જે પણ લોકોએ આ કાર્ડ જોયું છે તે જોઈને દંગ રહી ગયા છે.વાસ્તવમાં થયું એવું છે કે આ વ્યક્તિએ તેના લગ્નના આમંત્રણ નું કાર્ડ એવું અલગ બનાવ્યું છે કે જે એક દવાખાના ના દવાના કાગળના રૂપમાં જોવા મળ્યું છે.પહેલી નજરે જોતા આ કોઈ લગ્નનું આમંત્રણ કાર્ડ ના હોવાના બદલે કોઈ દવાની પર્ચી લાગી આવે છે.પરંતુ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ એક લગ્નનું આમંત્રણ કાર્ડ છે.

આ કાર્ડમાં વ્યક્તિએ પોતાનું પોતાની થનારી પત્નીનું નામ, લગ્નની તારીખ, જમવાના સમયની સાથે સાથે તેમાં અનેક પ્રકારના ઇવેન્ટ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વ્યકિતએ પોતાના લગ્નના કાર્ડને ટેબ્લેટ શીટ ના રૂપમાં બનાવવામાં આવેલ છે.તેનાં પોતાના આ અનોખા અંદાજને લઈને તે સોશિયલ મીડિયા પર બહુ જ ચર્ચામાં જોવા મળે છે.આ અનોખું લગ્નનું કાર્ડ હાલમાં બહુ જ ચર્ચામાં આવી રહ્યું છે.આ કાર્ડમાં અંદર લખ્યું છે કે એજીલારાસન વેડ્સ વસંતકુમારી.લગ્નની તારીખ ૫ સપ્ટેમ્બર લખવામાં આવી છે.સાથે જ એમ પણ લખ્યું છે કે દરેક સબંધીઓ અને મિત્રો લગ્નમાં આવવાનું ના ભૂલતા. કાર્ડમાં જોવા મળતા તે તમિલનાડુ નું જણાય છે અને આ વ્યક્તિ ફાર્મસી થી જોડાયેલો જણાય છે.

સોશીયલ મિડીયા પર હાલમાં ચર્ચામાં જોવા મળતું આ કાર્ડ પર અનેક લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક યુઝર્સ લખ્યું છે કે આને જોઈને કોઈ પણ ઘડીક તો વિચારવા લાગે.ત્યાં જ અન્ય યુઝર્સ એ મસ્તીમાં લખ્યું છે કે મને લાગ્યું કે લગ્નના કાર્ડમાં દવા લઈ આવ્યો.એક યુઝર્સ લખ્યું કે દવા સમજીને ખાઈ ના લેતા.આ લગ્નનું આમંત્રણ કાર્ડ છે.ત્યાં જ બીજાએ લખ્યું છે કે મહેમાનોનું મગજ ચકરાઇ જસે.અનેક લોકોએ તેની આ ક્રિએટિવિટી અંગે વખાણ કર્યા છે.ઘણા લોકો એ કહ્યું કે કાર્ડ જોઈને જ સમજમાં આવી ગયું કે આ લગ્ન કોઈ ફાર્મસી થી જોડાયેલા કોઈ વ્યક્તિના લગ્ન છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.