વૃધાશ્રમ ના વૃદ્ધો ને સહાય આપનાર નીતિન જાની લોકો માટે બન્યા હીરો…જાણો તેમની વૃદ્ધો માટેની સેવા

નીતિન જાની ને તો તમે બધા જાણતાજ હશો જે તેમની સેવા પૂરી પાડવી અને નિસહાય લોકો ને મદદ રૂપ બનવા માટે કોઈપણ કસર મુકતા નથી. તેમના કામ થી તે માત્ર ગુજરાત માજ નહિ પણ દેશ વિદેશ મા ચર્ચા નો વિષય બની ચુક્યા છે. તેમજ ઘણી વાર તેઓ સેવાકીય કર્યો કરતા રહે છે જેનાથી તે લોકો નાં હીરો બની ચુક્યા છે.

છેવાડાના ગામો માં પાણી નો પ્રશ્ન હોઈ કે નિસહાય લોકો ના ઘર બનાવી આપવાનું હોઈ નીતિનભાઈ જાની હંમેશા સાથેજ રહ્યા છે. આવાજ સેવાકીય કાર્યોને લીધે આજે નીતિનભાઈ જાની એ લોકો નાદિલ જીતી લીધા છે. તેમજ સુત્રો દ્વારા ખબર પડી છેકે હાલમાજ નીતિન ભાઈ તેમની ટીમ ને દુબઈ પ્રવાસ માટે લઇ ગયા હતા અને તેની પહેલા મોટી ઉમરના લોકો એટલે કે વૃદ્ધો ને કેદારનાથ દર્શન કરવા માટે લઇ ગયા હતા.

અને તેમજ આ વિડીયો માં તમે જોય શકો છો કે નીતિન ભાઈ ફરી એક વાર વૃધાશ્રમ ના વૃદ્ધો ને ગીરનાર દર્શન કરાવવા પહોચી ગયા છે. અને આ વિડીયો તેમણે પોતાનાં instagraam એકાઉન્ટ પર મુકીને માહિતી આપી છે. વિડીઓ માં જોઈ શકો છો કે નીતિનભાઈ અને તરુણભાઈ જાની એ વૃધાશ્રમ ના વૃદ્ધો કે જેઓ ને તેમના છોકરાઓ એ સાચવ્યા નથી અને વૃધાશ્રમ માં મૂકી છે. તેઓ ને લઇ નીતિનભાઈ જાની ગીરનાર દર્શન કરવા માટે પહોચી જાય છે.

આમ વૃદ્ધો મોટી ઉમર નાં હોવાથી ગીરનાર પર ચડી શકે તેમ નથી તેથી નીતિનભાઈ એ તેમણે રોપ વે માં બેસાડી ને ગીરનાર પરવર્ત ના દર્શન કરાવ્યા હતા અને ઉતરતી વખતે તેઓ ને પાલખી નો પણ આનંદ કરવ્યો હતો તેમજ ત્યાં મંદિર માં પણ નીતિન ભાઈ ને ખેસ પહેરાવી સ્વાગત કરાવ્યું હતું. આમ નીતિન ભાઈ ની આ સેવા એ બધા નું દિલ જીતી લીધું. આમ એ વાત સાચી છે કે જેનું કોઈ નથી એમનાં નીતિનભાઈ જાની છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.