ઉપયોગ કરેલી “ચા” ની ભૂકી ને ફેકવાની જરૂર નથી ! આવી રીતે ખાસ ઉપયોગ મા લઈ શકો છો…

ભારતમાં ચા પિવા વાળા લોકો ની કમી નથી અને અનેક લોકો ચા ના તો એવા દીવાના હોય છે કે વાત જ ના પુછાય. એક રીપોર્ટ ના અનુસાર ભારતીયો દિવસની ૨ કપ ચા તો પીવે જ છે. પરંતુ તેનાથી ચા ની ભૂકી નું બહુ નુકશાન થતું હોય છે અને આપણે સૌ તેને  ફાલતું સમજી ફેકી દેતા હોઈએ છીએ. આમ તો ચાની ભૂકી બહુ જ કીમતી ગણાય છે. જી હા અને તમારા ઘણા ઘરના કામ માટે પર ઉપયોગ કરી શકો છો. ચા ની ભૂકી નો લોકો બેકાર સમજી ફેકી દેતા હોય છે પરંતુ તમને જાણી ને બહુ જ નવાઈ  લાગશે કે આજ ચાની ભૂકી એક પ્રકારના ફર્ટીલાઈઝર તરીકે કામ આવે છે જે ખેતરોમાં એક પ્રકારના ખાતર  તરીકે ઉપયોગી બને છે.  ચાલો જાણ્યે તેના વિષે.

  • ઘરના કોઈ ખૂણામાં વાંસ આવે ત્યારે

જો તમારા ઘરના કોઈ ખૂણામાં બહુ જ વાંસ આવતી હોય અથવા ચોમાસામાં ભીના થવાની  સમસ્યા તમને વધુ પરેશાન કરતી હોય તો તમે વપરાયેલી ચા ની ભૂકી નો ઉપયોગ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા ભીની ચા ની ભૂકી ને એક પ્લેટમાં કિચન ટીશું માં નાખી સુકવી લો. જયારે તે સારી રીતે સુકાઈ જાય ત્યારે મલમલ અથવા કોટનના કપડામાં બાંધી લો. હવે તમે આમાંથોડાક ટીપા સુગંધી તેલના નાખો. ત્યાર પછી આને જ્યાં વાંસ આવતી હોય ત્યાં રાખી દયો. આમ વપરાયેલી ચા ની ભૂકી બહુ જ કામ લાગશે.

  • સફાઈ કરવા માટે

વપરાયેલી ચા ની ભૂકી નો ઉપયોગ તમે સફાઈ કરવા માટે પણ કરી સકો છો. કેમ કે ઘણી વાર ચીકણાઈ કાઢવા આ ચાની ભૂકી બહુ જ ઉપયોગી સાબિત થાય છે. આનો ઉપયોગ કરવા માટે પહેલા આ ચાની ભૂકી ને સુકવી લ્યો. હવે જે વસ્તુ ને સાફ કરવી હોય જેમ કે શાકભાજી સમારવાની પ્લેટ, ગંદી  ડીશો, ચીકણા વાસણો,  બારીઓ વગેરે જગ્યાએ આને લઇ તેને કપડા થી સાફ કરો. આ વાસણો ની સફાઈ માટે બહુ જ ઉપયોગી ગણાય છે. અને વાસણ સરસ  અને ઝડપથી સાફ થઇ જશે.

  • બગીચા માટે ઉપયોગી

વપરાયેલી ચા ની ભૂકી નો ઉપયોગ બગીચામાં પણ કરી સકો છો. જી હા કેમ કે તેનો ઉપયોગ એક ખાતર તરીકે પણ કરી સકાય છે. તમે ચા ની ભૂકી  ને સુકવી અથવા સુકાયા વગર પણ ઉપયોગ કરી શકો છો. તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવું પડશે કે જો તમે બહુ જ વધારે પ્રમાણમાં ખાંડ ચાની ભૂકીમાં નાખી હશે તો તે છોડ ને મૂળમાંથી ખરાબ કરી નાખશે. આમ તો વપરાયેલી ચા ની ભૂકી ( ખાંડ વિનાની ચા )ને સુકવી છોડ ની માટીમાં નાખી શકો છો, જે નિંદણ થી બચાવવામાં મદદ કરે છે. આમ ચા ની ભૂકી અનેક રીતે ઘરમાં જ ઉપયોગ થઇ સકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *