આવા અનોખા લગ્ન આજ સુધી કોઈએ નહિ જોયા હોય, જ્યાં વરરાજા અને દુલ્હન એ સમુદ્રની અંદર ૬૦ ફૂટ ઊંડાણ માં ફેરા ફર્યા અને વરરાજાને ….જુવો વીડિયો

લગ્ન દરેક લોકોમાં એક નવા જીવનની શરૂઆત તરીકે ઓળખાય છે.લગ્ન કરવા એ કોઈ પણ જીવનનો સૌથી મહત્વનો નિર્ણય ગણાય છે.એવામાં કોઈ પણ પોતાના લગ્નને સ્પેશિયલ બનાવવા માટે અનેકો પ્રકારના આયોજનો કરતા જોવા મળે છે.હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં લગ્ન કરવા માટે વર વધુ પાણીની અંદર ગયા અને ત્યાં લગ્ન કર્યા હતાં માનવામાં ના આવે તેવી આ વાત છે.

આ કિસ્સો તમિલનાડુ ના કોઇમ્બતુર ના નીલકરાઈ બીચ ઉપર થયેલા એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે.જ્યાં સમુદ્રની વચ્ચે ૬૦ ફૂટ નીચે પાણીની અંદર પારંપરિક રીતે લગ્ન કર્યા હતા.આમ તો આવા લગ્ન આપણે ફિલ્મો જ જોતા હોઈએ છીએ અથવા તો વિદેશોમાં આવા અંડર વોટર લગ્ન કરવામાં આવે છે પરંતુ ભારતમાં આ પહેલા લગ્ન જોવા મળ્યા છે.અને જો ભારતમાં પણ કોઈ આવા લગ્ન કરવા જાય તો તેઓ સ્વિમિંગ સુટ પહેરીને જ પાણીમાં જાય છે.

પરંતુ આ પહેલી વખત એવું બન્યું હસે કે કોઈ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ લગ્ન કરવા જઈ રહ્યા છે.આ લગ્ન માં માત્ર પારંપરિક વસ્ત્રો જ નહીં પરંતુ સાથે પાણીની અંદર જ વરમાળા અને સાત ફેરા પણ ફરવામાં આવ્યા હતા.આવા અનોખા લગ્ન કરવાનો વિચાર આઇ ટી એન્જિનિયર ચિન્નદુરાઈ નો છે. તેમણે જ્યારે આ વિચાર પોતાની થનારી પત્ની શ્વેતા ને જણાવ્યો તો પહેલા તો એ ચકિત થઇ ગઇ.પછી તે પણ આ અનોખા લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ.

શ્વેતા જણાવે છે કે તેને બાળપણથી જ સ્વિમિંગ કરવું પસંદ છે.એવામાં અંડર વોટર લગ્ન કરવાનો વિચાર પણ તેમને પસંદ આવ્યો. સમુદ્ર ની અંદર થયેલા આ લગ્નમાં દુલ્હન સાડીમાં સજ્જ થઈ જોવા મળી હતી અને વરરાજો ધોતિમાં જોવા મળ્યો હતો.આ અબનને લગ્ન કરવા સમુદ્ર માં વચ્ચે બોટ દ્વારા ગયા હતા.ત્યાર પછી જેવું લગ્નનું મુહૂર્ત શરૂ થયું કે તેઓ તરત જ સમુદ્રમાં કૂદી પડ્યા હતા.

સમુદ્ર ની અંદર ૬૦ ફૂટ નીચે આ બંને વર -વધુ એ એકબીજા સાથે લગભગ ૪૫ મિનિટ નો સમય પસાર કર્યો હતો.આ દરમિયાન વરરાજા એ ફૂલોનો ગુલદસ્તો આપી દુલ્હનને પ્રપોઝ પણ કર્યું હતું.ત્યાર પછી બંને એ વરમાળા પહેરાવી અને ત્યાર પછી સાત ફેરા ફર્યા હતા.જ્યાં ફેરા સમુદ્ર દેવને સાક્ષી મનીને ફર્યા હતા.આવા અનોખા લગ્નને કરવા માટે તેઓએ પોતાના ટ્રેનર અરવિંદ ઠારુનાસ્ત્રી ની મદદ લીધી હતી.


ટ્રેનર અરવિંભાઈ જણાવે છે કે આવા અનોખા લગ્ન પહેલા જ નક્કી કરી દેવામાં આવ્યા હતા પરંતુ સમુદ્ર શાંત ન હોવાના કારણે તેને રદ કરવામાં આવ્યા હતા.ત્યાર પછી સોમવારે સવારે સાડા સાત વાગે જ્યારે સમુદ્ર શાંત થઇ ગયો ત્યારે ત્યારે તેમણે આ પવિત્ર લગ્ન સફળાપૂર્વક સંપન્ન કર્યાં હતાં.આ સાથે તમને જણાવી દઈએ કે શ્વેતા તો સ્વિમિંગ નો શોખ ધરાવે જ છે પરંતુ વરરાજા ચીનનાદુરાઈ એક લાઇસન્સ ધારક સ્કુબા ડ્રાઈવર છે.તે છેલ્લા ૧૨ વર્ષો થી ડ્રાઈવિંગ કરતા જોવા મળે છે.આથી આ બંને માટે આવા લગ્ન કરવા સરળ હતા. ચિન્નદુરાઈ આવા લગ્ન કરવા માટે ઘણા વર્ષોથી સપના જોઈ રહ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.