ભાવનગર : લગ્નને 15 દિવસ પણ નહોતા થયા ત્યાં જ પત્નીએ પતિનું કાંસળ કાઢી નાખ્યું!! પેહલા ઝઘડો અને પછી… જાણો ક્યાંની છે ઘટના

હાલમાં જ ભાવનગરમાં કાળજું કંપાવી દેનાર દુઃખદ ઘટના બની છે. આ ઘટના જાણીને તમારું પણ કાળજું કંપી ઉઠશે. આ ઘટના દરેક લોકો માટે ચેતવણી સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદરમાં એક લોહિયાળ બનાવ બન્યો છે. ખેતીકામ કરતા વજુભા જોરૂભા ગોહિલની કરપીણ હત્યા કરવામાં આવી. હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેમની જ પત્ની છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે આ હત્યા પાછળનું કારણ શું જવાબદાર છે?

આ દુઃખદ ઘટના 25 જાન્યુઆરી 2024ના રોજ બની. ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, મૃતક વજુભાઈએ ગવાણ ગામના રહેવાસી દિપીકા વનસિંગ વસાવા સાથે ફુલહાર કરીને લગ્ન કર્યા હતા પરંતુ વિધિના કેવા લેખ કે, માત્ર લગ્નના 11 દિવસ બાદ જ પત્નીએ પતિની કરપીણ હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ આરોપી દીપિકા ફરાર થઇ ગઈ છે,હાલમાં પરિવારજનોએ દીપિકા સામે ફરીયાદ નોંધાવી છે અને પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

આ ચોંકાવનાર બનાવમાં જાણવા મળ્યું કે, બને દંપતિ વચ્ચે લગ્નના થોડા દિવસ બાદ જ ઘરકામને લઈને બોલાચાલી થતી. ગઈકાલના રોજ મૃતક વજુભાએ પત્ની દિપીકાને ઘરકામ બાબતે ઠપકો આપતાવાત બગડી હતી અને બને વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે દિપીકાએ વજુભાના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, આ ઘટનાના કારણે વજુભાના પરિવારમાં દુઃખદ મહૉલ છવાઈ ગયો છે, જ્યારે આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *