કોઈ ફેક્ટરી કે બિઝનેસથી નહીં પણ સુરતનો આ પરિવાર ગૌપાલન કરીને વર્ષે કરે છે આટલા લાખ નો વકરો! આવક જાણી હોશ ખોય બેઠશો…
મિત્રો લોકો ઓએસા કમાવવા માટે આજના સમયમાં શું શું કરતા હોઈ છે. તેમજ આજના સમયની વાત કરીએ તો આજની યુવા પેઢી જુના સમયના શોખ અને રહેણી કહેણી થી દૂર થઈ રહ્યા છે જ્યારે અમુક લોકો એવા પણ હોઈ છે જે પોતાનું આખુ જીવન પશુ, પ્રાણીઓની સેવા માજ અર્પણ કરી દેતા હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ પરિવાર વિશે વાત કરીશું જે માંડવીમાં આવેલી ગૌ શાળાના સંચાલન કરે છે તેમજ ગૌ પાલન અને અન્ય તેનાથી મળતી પેદાશોથી વર્ષે 25 લાખની કમાણી પણ કરે છે.
ગાયનું છાણ, ગૌ મૂત્ર, એ કેટલાય રોગોને દૂર કરી શકે છે. પૃથ્વી માટે શ્રેષ્ઠ ખાતર છે ગાયનું છાણ. આ બધા ઉપરાંત ગાય આપણને જે દૂધ આપે છે તે બોનસ છે. માંડવીમાં આવેલી ગૌ શાળાના સંચાલન કરતાં પરિવારએ ગૌ પાલન અને અન્ય તેનાથી મળતી પેદાશોથી વર્ષે 25 લાખની કમાણી કરી છે.ગૌ પાલન એ કમાણી કરવા માટેનું સાધન નથી. ગાયની સેવા કરવાથી કેટલાય પુણ્ય મળે છે. તેવી વાત કરતાં પરિવારના વહુ જમનાબેન નકુમ જણાવે છે કે, તેમની ગૌશાળામાં 65 જેટલી ગાય આવેલી છે.આ બધી ગાયો ની સેવા કરવાથી તેમના પરિવારમાં આજે એક પણ રોગ નથી. ચાર ભાઈ અને સાસુ – સસરાવાળા એક મોટા અને સંયુક્ત કુટુંબમાં બધા જ ગૌ પાલન સાથે સંકળાયેલા છે.ગાય રોજ 170 લિટર દૂધ આપે છે.
આમ જો વ્યક્તિમાં આવડત હોય અને કંઈક કરવાની ચાહ હોય તો તે પોતાની અગવડને પણ સગવડમાં ફેરવી શકે છે, કઠોર પરિશ્રમ કરવાથી પણ ગભરાતા નથી, ભણતર વધુ ન હોવા છતાં કુશળતા અને ખંતપૂર્વક કામ કરીને એક સારી એવી રકમ કમાવવું જેને સરળ બનાવ્યું તેવા જમનાબેન અને તેમના પરિવાર પાસેથી આપણે પણ પરિશ્રમના પાઠ શીખવા જેવા છે. તેમજ આ સાથે તુકેદ, માંડવી પાસે આવેલી ગૌશાળામાં તેમની પાસે રહેલી ૬૫ ગાયોને ક્યારેય તેમને કમાવવાનું સાધન નથી ગણતા અને તેને પૂજનીય ગણીને તેની ભરપૂર સેવા અને વ્હાલ સાથે બધી ગાયોની કાળજી રાખવામાં આવે છે.બધી જ ગાયો માટે તેમને પોતાની જ જમીન પર ૯ વીધા જેટલું જમીનમાં માત્ર ગાય માટે ચારો જ બનાવે છે જે પણ ઓર્ગેનિક પદ્ધતિથી બનાવાય છે.
આમ 24 કલાક સાચવેલી અને એક યોગ્ય ખોરાક પૂરો પાડીને બધી ગાયો ખુબ સારું દૂધ આપે છે. તેમજ ત્યાં ગાયને થતી નાની મોટી બીમારી તેમને તરત ખબર પડી જાય છે, જેની અમુક દવાઓ તો તેઓ સાથે જ રાખે છે, નાના મોટા ઘા માટે જાતે જ હળદર અને માખણ ભેગું કરીને લગાવે છે જેથી તેને જખ્મ સારો થઇ જાય. આ ઉપરાંત તાવ આવી ગયો હોય તો થર્મોમીટરથી માપીને તેની પણ દવા કરાવે જ છે, જો વધારે બીમારી હોય તો તરત ડોક્ટર પાસે સારવાર પણ કરાવી લે છે.
આમ જમનાબેન એ પોતે ઘડિયાળની સામે જોઈને જ આખા દિવસનો સમય વિતાવે છે. ત્યારે તેઓ એક સાથે કેટલા બધા કામો કરતા રહે છે, ઘરનું કામ, ગૌશાળાનું કામ, બાળકોનો ઉછેર,ખેતીમાં મદદ, દૂધના પેકીંગ બનાવવાનું હોય કે પછી દૂધમાંથી બનતી કોઈ પ્રોડક્ટ આ બધું કાર્ય બાદ પણ તેઓ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા હોવાથી, તેમાં પણ સમય આપે છે. આમ આ સાથે તેમને બાળકોને પણ આ તરફ વાળીને તેમનામાં પણ આધ્યાત્મિકતાના બીજ રોપ્યા છે.જેથી તેઓ પણ બાળસંસ્કાર કેન્દ્ર અને યુવા સંસ્કાર કેન્દ્રમાં જાય છે. જમનાબેન આજકાલના યુવાઓને પણ મહેનત કરવાની સલાહ આપે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.