એક નહીં બે નહીં પણ આ 8 પાસ મજરુના ખાતામાં આવ્યા 200 કરોડ રૂપિયા ! મજુરે આ 200 કરોડનું શું કર્યું ? પૂરો મામલો જાણી ચોકી જ જશો

હાલના સમયમાં અનેક એવા ચોંકાવનારા બનાવ સામે આવતા જ રહે છે જેના વિશે જાણીને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ, મિત્રો તમને ક્યારેક વિચાર થતો હશે કે ક્યારેક કોઈક વખત મને રૂપિયાનું બંડલ રસ્તા પરથી મળી જાય કે બેન્ક એકાઉન્ટમાં પૈસા આવી જાય આવો ચમત્કાર થાય, પરંતુ આવો ચમત્કાર ક્યારેક ભારે પડી જતો હોય છે કારણ કે આ નાણું કોનું અને ક્યાંથી આવતું હોય છે તે અંગેની ખબર કોઈપણને નથી હોતી.

એવામાં હાલ આવો જ એક અનોખો બનાવ સામે આવ્યો છે જેમાં ફક્ત ધોરણ 8 પાસ મજરુના ખાતાની અંદર એટલા બધા રૂપિયા આવી ગયા કે જાણીને મજુર તથા તેના પરિવારના પણ હોશ જ ઉડી ગયા હતા, જણાવી દઈએ કે 8 પાસ મજૂરના ખાતાંઆની અંદર 1-2 કરોડ નહીં પણ એક સાથે 200 કરોડ રૂપિયા આવી ગયા હતા. મજરૃને આ અંગેની જાણ થતા તે પણ ચોકી જ ગયો હતો અને વિચાર વિમર્શમાં મુકાયો હતો કે આ નાણાં કોણે અને ક્યાંથી મેકલયા હશે.

હવે ફક્ત વિચારો કે એટલા બધા રૂપિયા તમારા ખાતાની અંદર આવી જાય તો તમે કેટલા ખુશ થાવ પરંતુ આ મજૂરના ખાતામાં આટલા બધા રૂપિયા જમા થતા તેના પરિવારની અંદર ડરનો માહોલ હતો કે આટલા બધા રૂપિયા કોણે, ક્યાંથી અને શા માટે મેકલ્યા હશે, આ વાતને લઈને પરિવારે પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની સુરક્ષાની માંગણી કરી હતી એવામાં પરિવારજનો દ્વારા પોલીસ પર એવો પણ આરોપ લગાવામાં આવી રહ્યો છે કે પોલીસ મામલો સુલજાવાની જગ્યાએ પોલીસ તેમને ધમકાવી રહી છે.

જણાવી દઈ કે આ ચોંકાવનારો મામલો હરિયાણાના ચરખી-દાદરીના બેરલા ગામની અંદરથી સામે આવ્યો છે જેમાં વિક્રમ નામના આ મજરુના Yes Bank ખાતાની અંદર 200 કરોડ રૂપિયા જમા થઇ ચુક્યા હતા. પોલીસ અનુસાર આ મામલાની જાંચ પડ઼તાલ કરવા માટે એક ટિમ બેંકે પોહચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરશે. હાલ પૂરતું તો વિક્રમના બેન્ક એકાઉન્ટને ફ્રિઝ કરી દેવામાં આવ્યું છે.

આ મામલે વિક્રમના ભાઈ પ્રદીપે જણાવ્યું છે કે બે મહિના પેહલા વિક્રમ નોકરી કરવા માટે પટૌડી ગયો હતો જ્યા તેને એકસ્પેસ 20 નામની કંપનીમાં મજુર તરીકે નોકરી કરી હતી જ્યા તેનું ખાતું ખોલાવા માટે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા અને બાદમાં તેનું ખાતું રદ થયું હોવાની વાત કહીને તેને કાઢી મુકવામાં આવ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *