એક જ પરિવારના એક કે બે નહિ પરંતુ ૪ લોકો સરકારી અધિકારીઓ બન્યા, જે જોઈ પિતા બોલી ઉઠ્યા કે મને ગર્વ છે કે….
UPSC સિવિલ સેવા પરીક્ષા આખા દેશની બહુ જ કઠિન પરીક્ષા ગણવામાં આવે છે.આ પરીક્ષા પાસ કરવી બહુ સહેલી નથી. પરંતુ ઉત્તરપ્રદેશમાં એક એવો કિસ્સો જોવા મળયો છે કે જે સાંભળી તમે વિશ્વાસ ની કરો. જી હા ઉત્તરપ્રદેશ ના લાલગંજ વિસ્તારમાં રહેતા ૪ ભાઈ બહેનનો એ UPSC ની આ પરીક્ષા એકસાથે પાસ કરી દરેક ને ચોંકાવી દીધા છે.જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ આ પરીક્ષા પાસ કરી આઇએએસ અને આઇપીએસ અધિકારી બન્યા છે.તો આવો જાણ્યે આ ચાર ભાઈ બહેનની સફળતાની કહાની.
ચાર ભાઈ બહેનમાં સૌથી મોટા ભાઈ યોગેશ મિશ્રા છે.જે IAS અધિકારી બની ગયા છે. લાલગંજથી સામાન્ય અભ્યાસ પૂરો કરી તેણે મોતીલાલ નહેરૂ રાષ્ટ્રીય પ્રોધોગિક સંસ્થામાં એન્જિનિયર નો અભ્યાસ પૂરો કર્યા.ત્યાર પછી તેઓ સિવિલ પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા.આ સાથે જ તેમણે પોતાના ખર્ચ કાઢવા માટે એક નાની નોકરી પણ શરૂ કરી. ૨૦૧૩ માં વર્ષમાં UPSC ની પરીક્ષા પાસ કરી આઇએએસ અધિકારી બની ગયા હતા.
યોગેશ મિશ્રા જ્યાં પહેલા IAS ઓફિસર બન્યા ત્યાં જ તેમની બહેન શ્રમા મિશ્રા IPS અધિકારી બની ગઈ. શ્રમાં મિશ્રા એ સિવિલ પરીક્ષા પાસ કરવા માટે એક કે બે નહિ પરંતુ ચાર પ્રયત્નો કર્યા હતા ત્યારે તેને આ સફળતા મળી હતી. શમા મિશ્રા એક તેજ તરાર આઇપીએસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે.એક જ પરિવારના IAS ને IPS અધિકારી ને જોઈ ઘરના બીજા લોકોમાં પણ એક અધિકારી બનવાની લહેર શરૂ થઈ અને કે ખુશીના રૂપમાં આજે જોવા મળી.
જેમાં આ વર્ષે ઘરના તમામ લોકોને ગર્વ અનુભવ કરાવવાનું કામ તેમની ઘરની દિકરી માધુરી મિશ્રા એ કરી બતાવ્યું હતું. માધુરી મિશ્રા એ કોલેજ સુધીનો અભ્યાસ લાલગંજમાં જ કર્યો હતો.અને આગળ અભ્યાસ કરવા માટે પ્રયાગરાજ જવાનું નક્કી કર્યુ.જ્યાં જઈ તેણે સિવિલ પરીક્ષા માટે તૈયારી કરી અને UPSC પરીક્ષામાં સફળ થઈ.અને ૨૦૧૪ માં ઝારખંડ કેડરમાં IAS ઓફિસર બની ગઈ.
એક જ પરિવારના આમ ત્રણ સભ્યો સરકારી અધિકારીઓ બનતા ખુશીની લહેર દોડી ગઈ હતી અને હવે વારો સૌથી નાના ભાઈનો હતો જેને કઈક કરી બતાવવાનું હતું. લોકેશ મિશ્રા પરિવારનો સૌથી નાનો લાડકો દિકરો હતો. ચાર ભાઈ બહેનમાં તે નાનો હતો.વર્ષ ૨૦૧૫ માં તેની પણ મહેનત રંગ લાવી અને તે પણ સિવિલ સેવા પરીક્ષા પાસ કરી બતાવી.હાલમાં લોકેશ મિશ્રા બિહાર કેડરમાં ફરજ બજાવી રહ્યા છે. લોકેશ મિશ્રાની ખાસ વાત એ છે કે તેઓ ૨૦૧૫ ની UPSC પરીક્ષામાં ૪૪ મો ક્રમાંક પ્રાપ્ત કરી અધિકારી બન્યા હતા.
તે પિતા કેટલા ભાગ્યશાળી અને ગર્વ અનુભવતા હસે કે જેમના બાળકો આઇએએસ અને આઇપીએસ અધિકારી બની દેશની સેવા કરી રહ્યા છે.બાળકોની આ સફળતા થી ખુશ થઈ પિતાએ જણાવ્યું હતું કે ભગવાનની પાસે હવે હું બીજું શું માંગુ. મને દીકરા અને દીકરીની સફળતાથી બહુ જ ગર્વ અનુભવાય છે.આજે હું મારા બાળકોના લીધે મારું માથું ઊંચું કરી ફક્રથી ચાલી સકુ છું.