સુરત ની આ હોસ્પિટલ મા એક બે નહી ! અધધધ આટલા બાળકો નો જન્મ એક જ દિવસે થયો , જાણો વિગતે…

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક હોસ્પીટલમાં ૨૪ કલાકમાં એટલે કે એક દિવસમાં ૨૩ બાળકોનો જન્મ થયો છે. હોસ્પીટલના સંચાલકો આને એક નવો રેકોર્ડ થયું હોવાનું જણાવે છે. આ ૨૩ જન્મેલા  બાળકોમાં ૧૨ દીકરીઓ અને ૧૧ દીકરાઓ નો સમાવેશ થયો છે. અને તમામ બાળકોની તબિયત તંદુરસ્ત છે એવું જાણવા મળ્યું છે,વધુમાં માહિતી મેળવ્યે તો સુરતના વરાછા વિસ્તારમાં સુરત ડાયમંડ એસોશિયેશન ની આરોગ્ય સમીતી દ્વારા વર્ષોથી “ માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ’’ એટલે કે ડાયમંડ હોસ્પિટલ ચલાવવામાં આવી રહ્યું છે.

આ હોસ્પીટલમાં આજે એક અજીબ જ ઘટના જોવા મળી છે જે જાણી લોકો આશ્ચર્યમાં પડી જવા પામ્યા છે આ હોસ્પીટલમાં તારીખ ૨૯ જુનના રોજ એક દિવસમાં જ કુલ  ૨૩ બાળકો નો જન્મ થયો હતો. જેથી હોસ્પિટલ નું વાતાવરણ ખુશખુશાલ થઇ જવા પામ્યું હતું. આ ૨૩ બાળકોના જન્મ માં ૧૨ દીકરી અને ૧૧ દીકરાનો સમાવેશ થાય છે. જાણવા મળ્યું છે કે તમામ  બાળકો તંદુરસ્ત છે. ડાયમંડ હોસ્પીટલમાં એક જ દિવસમાં એક સાથે કુલ ૨૩ બાળકોના જન્મ થવાથી સુરતમાં નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.  ડાયમંડ હોસ્પિટલના ૮ વર્ષના ઇતિહાસમાં  આ પહેલી વાર બન્યું છે.

હોસ્પીટલના ટ્રસ્ટી  મંડળના સભ્યોએ કહ્યું કે, હોસ્પીટલના તમામ  ડોક્ટરોએ સતત ૨૪ કલાક સેવા આપી બાળકોની ડીલીવરી સારી રીતે પાર પડી છે. જે બદલ હોસ્પીટલના ગાયનેકોલોજિસ્ટ ડો.રિધ્ધિ વાધાણી , ડો.કલ્પના પટેલ, ડો. ભાવેશ પરમાર અને સ્થેતિક ડો.અલકા ભૂત, ડો. આકાશ ત્રિવેદી તેમજ ગાયનેક વિભાગ અને OT વિભાગના સ્ટાફમાં હર્ષ ની લાગણી ફરી વળી  છે.  હોસ્પીટલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફ ના આ ઉમદા કાર્ય માટે પ્રસંસા કરવામાં આવી છે. અને તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે સુરત ડાયમંડ એસોશિયેશન સંચાલિત આ હોસ્પીટલમાં નોર્મલ ડીલીવરી નો ચાર્જ માત્ર ૧૮૦૦ રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરી નો ચાર્જ માત્ર ૫૦૦૦ રુપયા છે તેમજ જયારે આ હોસ્પીટલમાં કોઈ દંપતી ને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક જન્મેલી દીકરીને હોસ્પિટલ તરફ થી એક લાખ રૂપિયા ના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ નેક કામ થી અનેક દંપતી તેનો લાભ મેળવી ચુક્યો છે.

અત્યાર સુધીમાં ૨૦૦૦  દીકરીઓને કુલ ૨૦ કરોડના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારશ્રી ની “બેટી બચાવો- બેટી વધાવો યોજના” ને આ હોસ્પિટલ સાર્થક કરતી હોય તેમ જણાઈ રહ્યું છે, આ હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ એ નવી દિશા તરફ નવી રાહ ચીંધી છે. જે બદલ હોસ્પીટલના ટ્રસ્ટીઓ અને હોદેદારો ગર્વની લાગણી અનુભવે છે કે તેમના હોસ્પિટલ એક સમાજ ને નવી રાહ બતાવી રહ્યો છે જે ભવિષ્યમાં આગળ ની પેઢી ને મદદરૂપ બનશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.