હવે ટ્રેક્ટરમાં થતો વધારે ખર્ચો અટકશે ! અમરેલીના આ યુવકે કર્યું આવું આવિષ્કાર કે હવે ફક્ત 18 રૂપિયામાં ટ્રેક્ટર…જાણો પૂરી વાત
આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહયા છે જેમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયા થી પણ વધુ ના ભાવે લીટર મળી રહ્યું છે અને આ વધતા ભાવ ના લીધે સૌથી વધુ તકલીફ ખેડૂતોને પડી રહી છે. ખેડૂતો ને સૌથી મોટો ખર્ચ ટ્રેકટરનો થઇ રહ્યો છે. ઘણા ખેડૂતો પાસે ટ્રેક્ટર ન હોવાથી ભાડે માળતા ટ્રેકટરો ના ભાડા માં પણ વધારો થયો છે. જેથી ખેડૂતો ને મળતા નફા માં ઘટાડો જોવા મળ્યો છે.વળી પાક તૈયાર થયા બાદ તેને માર્કેટ યાર્ડ માં લાવવા માટે નું પણ ભાડું વધી ગયું છે. પેટ્રોલ ડીઝલ માં ભાવ વધારા ના કારણે નાના ખેડૂતો ને ખુબજ તકલીફ પડી રહી છે અને તેને મળતા નફા માં નોંધનીય ઘટાડો સામે આવ્યો છે. એક તો પાક માં સારા ભાવ ખેડૂતો ને મળતા નથી ઉપરાંત તેને લાવવા લઇ જવાનું ભાડું પણ હવે વધી ગયું જેથી ખેડૂતોઈ ને ખુબ નુકશાની થાય છે.
ડીઝલના ભાવ વધતા હવે ખેડૂતોની ખેતી પણ મોંઘી થઇ ગઈ છે. ત્યારે આજે અમે તમને એક એવા ટ્રેકટર વિષે જણાવીશું કે જે તમને મોંઘા ખર્ચની ચિંતા માંથી છુટકાળો આપવી દેશે. આ ટ્રેક્ટર ખેડૂતો માટે વરદાન રૂપી સાબિત થઇ શકે છે. અને ખેડૂતો ને ખેતી માં પણ થતા બમણા ખર્ચ ને ઓછું કરી શકે છે.આ એક મીની ઇલેક્ટ્રિક ટ્રેકટર છે. જેને ઇલેટ્રીક સનેડો નામ આપવામાં આવ્યું છે. આ સનેડા ના ખર્ચ અને કામ કરવાની ક્ષમતા ની વાત કરીએ તો આ સનેડો માત્ર 18 રૂપિયા માં 10 કલાક જેટલું કામ આપે છે. હા, આ સત્ય છે તમે આ સાંભળી ને ચોકી ગયા હશો પરંતુ આ સત્ય વાત છે.
આ ટ્રેક્ટરને અમરેલીના શેડુભાર ગામના વંદિત ભાઈ નામના યુવકે બનાવ્યું છે. તેમને વધતા જતા ડીઝલના ભાવથી ખેતી ખુબજ મોંઘી બની રહી હતી. તો વંદિત ભાઈએ આ સમસ્યાના નિવારણરૂપે પોતાનું એક ઇલેક્ટ્રિક ટ્રેકટર બનાવવાનું નક્કી કર્યું અને વંદિત ભાઈ ના સખત મહેનત અને દ્રઢ નિશ્ચય થી આ ઇલેક્ટ્રિક ટ્રેકટર બનાવવામાં સફળ રહ્યા.
આજે તેમના દ્વારા બનાવેલું ઇલેક્ટ્રિક ટ્રેકટર મોટા ટ્રેકટર દ્વારા થતા બધા જ કામ કરી શકે છે. એ પણ ફક્ત ૧૮ રૂપિયામાં.જો તમે ડીઝલ ટ્રેકટર દ્વારા કઈ કામ કરો તો સામાન્ય રીતે ૧૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. તેના મુકાબલામાં આ ટ્રેક્ટર એટલું જ કામ ફક્ત ૧૮ રૂપિયામાં કરશે. આ ટ્રેકટર અવાજ પણ નથી કરતુ અને આ ટ્રેકટરની કિંમત ૨ લાખ રૂપિયા રાખવામાં આવી છે.