હવે આ બાળકને શું કેહવું? રડતા રડતા બાળકે આપી શિક્ષકને ધમકી, કહ્યું કે મારા ‘પપ્પા પોલીસમાં છે, ગોળી….

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે બનાવતા હોઈ છે. પરંતુ હાલ એક એવો વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં એક ટીચર તેના નાના સ્ટુડન્ટને કંઈક તેના તોફાન પર ખીજાતા હોઈ છે. પછી છોકરો જે બોલ્યો તે સાંભળી તમે પણ ચોકી જશો.

મિત્રો જેમ તમે જાણોજ છો કે બાળપણમાં બાળકો ખૂબ જ તોફાની હોય છે અને તેઓ ખૂબ જ નિર્દોષતા સાથે બધું કહી દેતા હોય છે. ક્યારેક નાના બાળકો એવી વાતો કહે છે જે સાંભળ્યા પછી આપણે પણ વિશ્વાસ નથી કરી શકતા. ઇન્ટરનેટ પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ જેને જોઇને તમે થોડીક સેકન્ડ માટે ચોંકી જશો. તમે વિશ્વાસ નહિ કરી શકો કે નાના બાળકો આવું કેવી રીતે વિચારી શકે ? જ્યારે બે જૂથો અથવા યુવાનો વચ્ચે લડાઇ થાય છે, ત્યારે લડાઇ દરમિયાન ધમકીઓ સાંભળવા મળતી હોય છે,

તેમજ જો તમે નાના બાળક પાસેથી આ સાંભળો છો, તો તમે થોડીવાર માટે ડરી જશો. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું હતું, જેમાં એક નાનું બાળક સ્કૂલના ક્લાસમાં રડતું જોવા મળ્યું હતું. શિક્ષકે તેને કંઈક કહ્યું કે તરત જ તેણે કહ્યું કે મારા પિતા પોલીસમાં છે. જેના પર શિક્ષકે પણ જવાબ આપતા કહ્યું કે તમારા પિતા પોલીસમાં છે તો શું ? તેના જવાબમાં તેણે કહ્યું કે તે ગોળી મારી દેશે. ત્યારે શિક્ષકે કહ્યું કે ગોળી કોને મારશે ? વીડિયોમાં શિક્ષક એવું પણ કહેતા સંભળાઇ રહ્યા છે કે, તમે કેમ ભણતા નથી?

આમ આ પછી, બાળક રડતા રડતા શાંત થઈ જાય છે. કેટલીક સેકન્ડનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘મારા પિતા પોલીસમાં છે’. ઘણા યુઝર્સ આ અંગે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે મજાકના સ્વરમાં લખ્યું – મારા કાકા ધારાસભ્ય છે. જ્યારે કેટલાકે કહ્યું – તે રમુજી નથી. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે બાળકો ઘરમાં જે જુએ છે તે જ બોલે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.