હે ભગવાન આ શું થઇ ગયું હજી તો ચોમાસું બેસ્યું નથી ને વીજળી પડવાથી ૩ લોકોના મોત…જાણો ગુજરાતના ક્યા ગામમાં પડી વીજળી
હાલ ગુજરાતમાં ચોમાસાનો થોડો થોડો વરસાદ જોવા મળી રહ્યો છે ચોમાસા બેસ્યું નથી તે પહેલાજ અષાઢી માહોલ જોવા મળ્યો છે ગુજરાતના અનેક જીલ્લા માં પ્રિમોન્સુન એક્ટીવીટી રૂપે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં વળી અમુક જગ્યાએ તો વીજળી પડવાના પણ બનાવો સામા આવી રહ્યા છે અને જેમાં વીજળીએ ૩ લોકો નો જીવ પણ લઈ લીધો છે આ વીજળી ૩ અલગ અલગ જગ્યાએ પડી હતી અને ૩ લોકોના દુઃખદ મોત થયા હતા.
હવામાન વિભાગે પહેલાજ ધોધમાર વરસાદ સાથે વીજળીની આગાહી કરી નાખી હતી જોકે જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં લોકો ગરમી થી રાહત અનુભવતા જોવા મળી રહ્યા છે. હાલ સુરેન્દ્રનગર માં બે યુવકો અને પાટણ માં ૧ મહિલા મોત નીપજ્યું છે પાટણ જીલ્લા માં ગઈ કાલે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ચોમાસાના આગમનની સાથેજ પાટણ માં નુકસાની થઇ હતી. સાંતલપુરા નાં ઝંડાળા ગામે ૧૦ વધુ મકાનોના પતરાઓ ખુબજ પવનને લીધે ઉડી ગયા હતા. અને વીજળી પડતા એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું. હારીજ નાં રોડ ગામે ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર વીજળી પડી હતી.
વીજળી પડતાજ ઠાકોર રીમુબેન નામની મહિલાનું મોત થયું હતું તેના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમજ સુરેન્દ્ર્નગર માં પણ બે અલગ અલગ જગ્યાએ વીજળી પડવાથી મોત થઇ હતી જેમાં પણ ૨ યુવકોના દુઃખદ મોત નીપજ્યા હતા જેમાં એક ૨૩ વર્ષીય યુવક બાઈક પર સવાર થઈને બિલ્ડીંગ થી જાંબુ તરફ જઈ રહ્યો હતો ત્યારે વીજળી પડતા યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું
તો વળી અન્ય કિસ્સામાં સુરેન્દ્રનગરનાં નાની કઠેચીમાં યુવક પર વીજળી પડી હતી તેના પર વીજળી પડતા તે ગંભીર રીતે ઇઝા થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. નાની કઠેચીની વીજળી પડવાની ઘટના એક સ્થાનિકના મોબાઈલમાં કેદ થઈ હતી. જ્યાં વીજળીના કડાકા સાથે વીજળી પડી હતી જેનો વિડીઓ પણ સમો આવ્યો છે.