અરે અરે આ કાકાનો જુસ્સો તો જુઓ! રસ્તા પર એટલા જોશ સાથે ડાંસ કર્યો કે વિડીયો જોઇને લોકો બોલ્યા ‘કાકાએ મોજ કરી દીધી…જુઓ આ વિડીયો

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એવું મનોરજનનું માધ્યમ બની ગયું છે જે દરેક લોકો વાપરતા હોય છે. હાલ તો નાના બાળકોથી લઈને મોટી વયના લોકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે કારણ કે કોઈ પણ લેટેસ્ટ સમાચાર હોય કે કોઈ ફની વિડીયો, આવી તમામ વાતો સોશિયલ મીડિયા દ્વારા તરત જ જોવા અને જાણવા મળી જાય છે.

અમુક લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની કળા અને આવડત બતાવા માટે કરતા હોય છે. પણ હાલ અનેક એવા ફની વિડીયો પણ વાયરલ થતા હોય છે જેને જોયા પછી સૌ કોઈનું હાસ્ય છુટી જતું હોય છે એટલું જ નહી અનેક વખત ભાવુક કરી દેતા વિડીયો પણ સામે આવતા હોય છે.

પણ હાલ ઇનસ્ટાગ્રામ પર આ કાકાનો વિડીયો સામે આવ્યો છે, આ કાકાની ફુરતી અને જુસ્સો જોઇને તમે પણ વાહ વાહ કરવા લાગશો. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે કાકા રસ્તા બેઠેલા છે. એવામાં ગીત વાગતાની સાથે જ આ કાકા ઉભા થઈને ખુબ જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે. આ કાકા ‘લેલે મેરી જાન’ ગીત પર ખુબ જુસ્સા અને ઉર્જા સાથે ડાન્સ કરી રહ્યા છે, આ કાકાનો જોશ જોઇને સૌ સોશિયલ મીડિયા યુઝરો પણ દંગ જ રહી ગયા હતા.

અમુક યુઝરોએ તો આ વીડિયોના કમેન્ટમાં જણાવ્યું હતું કે ‘આ કાકાનું જુસ્સો જોઇને તો મારા પણ પગ હલવા મંડ્યા’ જયારે બીજા એક યુઝરે લખ્યું કે ‘વાહ આ કાકાએ તો મોજ કરી દીધી હો બાકી’ જ્યારે અમુક યુઝરોએ આ વીડિયોના કમેન્ટમાં હસતા ઈમોજી કર્યા હતા. જણાવી દઈએ કે આ વિડીયો હાલ ઇનસ્ટાગ્રામના માધ્યમથી ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેને હાલ લાખો લોકોએ જોઈ લીધો છે અને પસંદ કરી રહ્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *