હે ભગવાન! ગુજરાત ના આ ગામ ની શાળા નુ પરીણામ 0 આવ્યુ! એક પણ વિદ્યાર્થી…

તમે બધા જાણતાજ હસો કે થોડા સમય પહેલા કોરોનાકાળ ચાલતો હતો અને તેના લીધે લોકડાઉન પણ લાગુ પડ્યું હતું બધાજ ધંધા, વેપાર તેમજ શાળા, કોલેજ વગેરે બંધ હતું. અને શિક્ષણ માટે ઓનલાઈન ક્લાસ શરુ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ ને સમજવામાં ખુબજ તકલીફો પડતી હતી. તેની અસર આજે જોવા મળી રહી ધોરણ ૧૦ ની પરિક્ષા નું શરમજનક પરિણામ સામું આવ્યું છે.

 

ધોરણ ૧૦ ની પરિક્ષા નું ૬૫.૧૮% પારીણામ આવ્યું છે. આ વખતે ૯ લાખ થી પણ વધારે વિદ્યાર્થીઓ એ પરિક્ષા આપી હાતી જેમાં ૩૪% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ત્યારે હાલ આણંદનાં ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળાનું શરમજનક પરિણામ આવ્યું છે. શાળા નાં કુલ ૨૫ વિદ્યાર્થીઓ એ પરિક્ષા આપી હતી. અને ૨૫ માંથી એક પણ વિદ્યાર્થી પાસ નો થતા લોકો ચોકી રહ્યા છે અને ભણતર અંગેના સવાલ ઉભા થતા જોવા માળી રહ્યા છે ઉમરેઠા ની આ ૫૧ વર્ષ જૂની શાળા માં શિક્ષકો દ્વારા કેવું ભણતર કરાવવા માં આવે છે? તેની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે.  જેમાં દીકરીઓએ દીકરાઓને પાછળ છાોડી દીધા છે. દીકરીઓનું 11.74 ટકા વધુ પરિણામ આવ્યું છે.  તો સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે.  ધોરણ 10માં અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે.  શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

તેમજ અમદાવાદના એક રિક્ષા ચાલકના દીકરા એ ૯૦ ટકા મેળવ્યા છે આમ વિદ્યાર્થીઓ માં ખુશી નો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદની ઝુપડપટ્ટી માં રહેતા બે ગરીબ ભાઈઓનું પણ પરિણામ ખુબજ સારું આવ્યું છે ભૂપત પરમારે ૯૦% તો વળી રાજુ પરમારે ૭૮% મેળવી અમદાવાદમાં પોતાનું ડંકો વગાડ્યો છે જેમાંથી એક ડોક્ટર અને એક એન્જીનીયર બનવા માંગે છે તેમના વાલીઓમાં પણ ખુશીઓનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય શહેરો ની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રદ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું હતું.  અહીં A1 ગ્રેડમાં 1561 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. તો વડોદરામાં પણ 61.21 ટકા પરિણામ આવ્યું હતું.  અહીં 478 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો હતો.  પરીક્ષામાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ગરબા રમીને વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *