ધોળા દિવસે ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા લીલાલેર, દારૂ લઈ જઈ રહેલ કાર પલટી ખાતા લોકોએ માણસોને નહીં પણ દારૂને બચાવી..
ગુજરાતમાં દારૂ બેન છે પણ છતાં પણ સૌથી વધુ દારૂ ગુજરાતમાં પીવાય છે એવું કહેવામાં આવે છે. આમ તો આખા ગુજરાતમાં દારૂબંધી છે પણ હાલતા-ચાલતા એવા સમાચાર મળે છે કે ગુજરાતના આ શહેર કે ગામમાંથી પકડાયો દારૂનો જથ્થો અને હાલ જ એક એવો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈવે પર આજે ધોળે દિવસે દારૂબંધીના કાયદાના લીલાલેર ઉડતા જોવામાં આવ્યા હતા. જ્યાં એક કાર પલટી ખાઈ હતા તેમાંથી દારૂ અને બીયરના ખોખા મળી આવ્યા અને રાહ પર ચાલતા લોકોએ દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા.
વધુ માહિતી મુજબ દમણ તરફથી GJ05-GO-7205 નંબરની ક્રેટા કાર વલસાડ જિલ્લાના ડુંગરી નેશનલ હાઈ વેસુરત તરફ જઈ રહી હતી અને એવામાં જ અચાનક એ બ્રિજ ઉતરતી વખતે ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી. અને એ કારમાં બેઠેલ લોકોને સામાન્ય ઈજાઓ પંહોચી હતી. પણ કોઈ મદદની raj જોયા વિના એ લોકો પોતાની કારણે છોડી અને જખમી હાલતે નાસી ભાગ્યા હતા. તેની પાછળનું કારણ છે દારૂ.
એ ક્રેટા કારની અંદર અઢળક દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ક્રેટા કાર પલટી ખાઈ ગયા બાદ રસ્તા પર દારૂની રેલમછેલ થઈ રહી હતી અમુક બોટલ ફૂટી ગઈ હતી પણ ઘણી ખરી સાજી અને એને રાહદારીઓએ તક ઝડપી દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. હાલ જ આ કિસ્સાનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે એ વિડીઓ માં 20થી વધુ લોકો દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા અને કેટલાક લોકો જે થોડા મોડા પહોચ્યા એ કારની અંદર ડોકિયું કાઢીને દારૂ માટે ફાંફા મારી રહ્યા હતા. જો કે એ કાર કોની હતી એ હજુ સામે આવ્યું નથી પણ લોકો દારૂબંધીના નિયમો કડક કરે એવી માંગ કરી રહ્યા છે.