જન્માષ્ટમી પર દહી હાંડી ની મટકી ફોડનાર ગોવિંદા નો પરસેવો નીકળી ગયો….થયું એવું કે લોકો આ મટકી બનાવનાર કુંભાર ને ગોતવા લાગ્યા…જુવો ફની વીડિયો

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે દેશ વિદેશમાં બહુ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. જગ્યાએ જગ્યાએ દહી હાંડી નો પ્રોગ્રામ જોવા મળતો હોય છે અને લોકો અનેરા ઉત્સાહ થી આ તહેવાર ને ઉજવતા જોવા મળે છે. લોકો દહી હાંડી ને ફોડવા માટે અલગ અલગ વસ્તુઓ કરીને તે ઉત્સવને ખાસ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે.ઘણા લોકોતો દહી હાંડીને ફોડવા માટે અલગ અલગ સ્પર્ધા નું પણ આયોજન કરતાં હોય છે.લોકો આ દહી હાંડી નો ફોડવાનો કાર્યક્રમ જોવા માટે અનેકો લોકો સામેલ થતા હોય છે તો ઘણા લોકો આવા અનેરા આયોજન નો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે.હાલમાં આ ઉત્સવ ના સોશિયલ મીડિયા પર અનેક વીડિયો જોવા મળતા હોય છે કે જેમાં ઘણા વીડિયો એવા પણ હોય છે કે જે જોઈ આપણી હસી રોકી શકતા નથી.

હાલમા સોશિયલ મીડિયા પર એક બહુ જ ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે જેમાં કઈક એવું જોવા મળે છે કે લોકો જન્માષ્ટમી ની મટકી બનાવનાર કુંભાર ને ગોતવા લાગે છે.આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જન્માષ્ટમી નો મટકી ફોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં માનવ પીરામીડ પર એક વ્યક્તિ ચડેલો જોવા મળે છે જે મટકી ફોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે.આ વ્યક્તિએ ઘણાં પ્રયત્ન કરતા પણ જ્યારે મટકી ફૂટતી નથી તો બીજી વ્યક્તિ પણ તેની મદદ કરવા માટે માનવ પીરામીડ પર ચડી જાય છે ત્યાર પછી જે થયું તેના પર તમે વિશ્વાસ નહિ કરી શકો. સામાન્ય રીતે મટકી એવી જોવા મળતી હોય છે કે જે એકવાર કે બેવાર પ્રહાર કરતા ફૂટી જાય.પરંતુ અહી નવું જ મટકીનું સ્વરૂપ જોવા મળ્યું છે કે જેમાં મટકી એક વ્યક્તિથી ફૂટી સકતી નથી.

હા આ વાત તદન સાચી છે.આ વ્યક્તિ મટકી ફોડવાનો પ્રયત્ન કરતો દેખાય છે અનેક વાર મટકી પર નાળિયેર વડે મારતા તે મટકી ફૂટવાનુ નામ જ નથી લેતી.અનેક પ્રયત્નો કરતાં પણ આ મટકી ફૂટતી નથી.જ્યારે મટકી ફોડવા બીજી વ્યક્તિ મદદે આવે છે તો તેને પણ અનેક પ્રયત્નો કરવા છતાં મટકી ફૂટતી જણાતી નથી.આ મટકી કઈ માટીની બની તે વિશે લોકો ચર્ચા કરી હસતા જોવા મળે છે.આ વીડિયો જોઈને અનેક લોકો પ્રતિક્રીયા આપી રહ્યા છે તો ઘણા લોકો આ વિડીયો જોઇને હસી રોકી શકતા નથી.આ વીડિયો હાલમાં બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોને સોશિયલ મીડિયા ના ટવીટર પર વાયરલ કરવામાં આવ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૩ હજાર થી વધુ લોકોએ જોઈ લીધો છે નેઅનેકો લોકો ને આ વીડિયો પસંદ પણ આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *