દીકરી નીધ્યાનાબાના પાંચમાં જન્મદિવસ નિમિતે તેમના પિતા રવીન્દ્રજાડેજા અને તેની પત્ની રીવાબાએ રોયલ અંદાજમાં કરી ઉજવણી જેમાં એવા લોકો હાજર હતા કે…જુઓ તસવીરો
ઇન્ડીયન ટીમના ઓલરાઉન્ડર એવા રવીન્દ્ર સિંહ જાડેજા ને આજના સમયમાં કોણ નથી ઓળખાતું. તે ગુજરાતનું ખુબજ મોટું ગૌરવ છે. આજના સમયમાં લોકો અને તેમના ફેન સર રવીન્દ્ર જાડેજા તરીકે ઓળખે છે સાથે સાથે તેમના પત્ની રીવાબા ને પણ ઘણા લોકો ઓળખતા થયા છે જે એક રાજકારણ સાથે સંકળાયેલા છે ઉપરાંત તેના નવા નવા સમાજ સેવાના કામ ને લઈ રાજકોટમાં ખુબજ પ્રખ્યાત થયા છે તે તેના ઘરના દરેક તહેવારને એક અલગ રીતે ઉજવે છે.
હાલ થોડા સમય પહેલાજ તેમની દીકરી નીધ્યાનાબાનાં પાંચમાં જન્મદિવસ નિમિતે એક સમાજ સેવાના નવરત પ્રયાસ રૂપે સર્વે જ્ઞાતિનાં ૧૦૧ દીકરીઓના પોસ્ટ ઓફીસ જામનગરમાં સુકન્યા સમ્રુદ્ધી ખાતા ખોલાવેલા અને રૂ.૧૧૦૦૦ એક ખાતા દીઠ ડીપોઝીટ કરાવેલ છે. નીધ્યાનાંબાના જન્મદિવસ તારીખ ૮-૬-૨૦૨૨ ના રોજ હતો અને ત્યારે એક સરસમજાનું કાર્નિવલ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં કોઈ સેલીબ્રીટી કે VIP માણસો નહિ બલકે સામાન્ય માણસો ને બોલવવામાં આવ્યા હતા જેની ખુશી અને આનંદ તે સોં લોકો ને ખુબજ થયો હતો.
અને ત્યારે હવે રીવાબાએ આ જન્મ દિવસની કેટલીક તસવીરો પણ તેના સોસીયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં પાર્ટીનો વૈભવ જોવા મળી રહ્યો છે. ખાસ રોયલ અંદાજમાં જાડેજાબાપુએ આ પાર્ટી નું આયોજન કર્યું હતું જે જોઈ લોકો પણ ખુબજ ખુશ હતા. જે તસવીરો હાલ સોસીયલ મીડિયા પર વાઈરલ થઇ રહિ છે તે જોઈ લોકો તેને ખુબજ પસંદ કરી રહ્યા છે.
તેમજ રીવાબા એ તસવીરો શેર કરતા જણાવ્યું છે કે ‘પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ અમારા પુત્રી નીધ્યાનાબાની ૮મી જુને વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી રહી હતી. ૮મી જુને અમારા દીકરિબાના જન્મદિવસની ઉજવણી લોક કલ્યાણ અર્થે તેમજ સમાજ સેવાના ભાગરૂપે કરવામાં આવી હતી. તેમજ તેમના દીકરીબાના જન્મદિવસ નિમિતે ૧૦૧ દીકરીઓ તેમજ તેમના માતા–પિતાને ખાસ બોલાવવામાં આવ્યા હતા જેમાં બાળકોને ખાસ ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેમકે ચગડોળ, ટ્રેન, કાર્ટૂન કેરેક્ટર, વિવિધજાતના ફાસ્ટ ફૂડ અને ચોકોલેટ જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ દ્વારા બધી દીકરીઓ અને તેમના માતા પિતા એ આ પાર્ટી નો ખુબજ આનંદ માંણી તેનો લાભ લીધો હતો. અમારા દ્વારા બધા દીકરીઓ સાથે કેક કાપી, સાથે ડાન્સ કરી ખુબ આનંદથી આ ખાસ દિવસની ઉજવણી કરી હતી. તેમજ સોંથી આકર્ષિત નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે નીધ્યાનાબા રજવાડી બાગીમાં સવાર થઈને આવે છે. અને સાથે તેના પિતા એટલ્કે રવીન્દ્ર જાડેજા અને માતા રીવાબા ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે.