સાપુતારાથી પાછા ફરતી વેળા સુરતના શ્યામ ગરબા ક્લાસિસની મહિલાઓની બસ ખીણમાં ખાબકી, 2ના મોત અને…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના સાપુતારામાંથી સામી આવી રહી છે જ્યા સુરત થી સાપુતારા જઈ રહેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાઁ ખાબકી જેમાં બે મહિલાઓમાઁ ઘટના સ્થળેજ મોત થયા હતા. જ્યારે અન્ય મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. શ્યામ ગરબા ક્લાસીસની 67 મહિલા મુસાફરોની બસને પરત ફરતી વેળા માલેગાંવ નજીક મોડી સાંજે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત થયો ત્યારે સુરતથી પરિવારજનની બસમાં સવાર મહિલા સાથે ફોન કોલમાં વાત ચાલી રહી હતી. જેમાં આ અકસ્માત થયાનો અવાજ સંભળાય છે. ઘડાકા બાદ માત્ર બૂમાબૂમ અને ચિચિયારીઓ જ સંભળાઈ રહી છે.

વાત કરીએ તો સુરતના અડાજણના શ્યામ ગરબા ક્લાસીસની મહિલાઓએ સાપુતારા પ્રવાસનું આયોજન કર્યું હતું. જેને લઇ વહેલી સવારથી તેઓ સુરતથી સાપુતારા રવાના થયા હતા. સાંજના સમયે પ્રવાસ પૂર્ણ કરી તેઓ સુરત પરત થઇ રહ્યાં હતા ત્યારે માલેગાંવ નજીક બસ (GJ-02-W-0150) ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. માલેગાંવ નજીક બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. અચાનક બનેલી આ ઘટનાથી વાતાવરણ ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108માં સારવાર અર્થે સામગહાન પીએચસીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આમ આ ઘટનામાં બે મહિલા મુસાફરના મોત થયા હતા. કુંદનબેન સાપલિયા અને સોનલબેન ઘાવડાના મોત થયા હતા. આ ઘટનામાં 3થી વધુ મહિલાઓને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે અન્ય તમામ મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

ગોન કોલ ની વાત કરીએ તો બસમાં સવાર મહિલાઃ હા બોલો

પરિવારજનઃ શું થયું?

બસમાં સવાર મહિલાઃ કંઈ નહીં આ સાપુતારાથી ઉતરીએ છીએ.

પરિવારજનઃ જમવાના ક્યારે?

બસમાં સવાર મહિલાઃ હજુ જમવા લઈ જશે

પરિવારજનઃ હજુ તો તમારે નીચે ઉતરતા અડધો કે એક કલાક થઈ જશે

પરિવારજનઃ હેલો…હેલો..

બસમાં સવાર મહિલાઓઃ એ…એ…એ.. એ….

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *