એક સમયે ઘર ની રસોઈ કરતી આ મહીલા એ ઉભો કરી દીધો કરોડો નો બિઝનેસ ! જાણો શુ કામ કરે છે..
મુંબઈ ના વિનીત પાટીલ ની તેના સ્કૂલની કઈક અલગ જ યાદો છે જેમાં વિનીત ની ઓળખ તેના સ્કૂલના ટિફિન બોક્સ થી થતી હતી.અને તેનો બધો શ્રેય મહારાષ્ટ્રીયન ફૂડ બિઝનેસ ચલાવનાર તેની માં ગીતા પાટીલ ને આપે છે.વિનીત જણાવે છે કે તેની સ્કૂલના ટિફિન બોક્સ માં એક વસ્તુ રહેતી જે હંમેશ ક્લાસના વિદ્યાર્થી ઓ અને તેના મિત્રો નું ધ્યાન આકર્ષિત કરતું હતું.સ્કૂલના સમય ને યાદ કરતા વિનીત જણાવે છે કે, સામાન્ય રીતે સ્કૂલમાં બાળકો શાક અને રોટલી લઈને આવતા.પરંતુ તેની માતા હંમેશા ટિફિન બોક્સ માં કોઈ નવી વાનગી બનાવી પેક કરતી હતી અને તે હમેશા એ વાત નું ધ્યાન રાખતી કે જમવામાં દરેક શાકભાજી હોવી જોઈએ. કોઈક દિવસ પરાઠા ની અંદર શાક ભરવામાં આવ્યું તો ક્યારેક લોટમાં જ શાકભાજી નાખી નવું પકવાન બનાવી આપતી.
તેમાં ફરક માટે એટલો જ લાગતો કે તે પરાઠા ને આકાર અલગ અલગ આપવામાં આવતો. વિનીત ની માતા તે પરાઠા ને સમોસા નો આકાર આપતી હતી. વિનીત જણાવે છે કે તે આ પાઠ અને બહુ જ ચટકરા સાથે ખાતો અને બધું શાક પૂરું કરી જતો.મોટાભાગે વિનીતનું ટિફિન બોક્સ ખોલતા જ તેના બધા મિત્રો તેના ટિફિન બોક્સ ના નાસ્તા પર તુટી પડતાં હતાં.વિનીત ની માતા ગીતાબેને આવું ચટપટું મસાલેદાર ભોજન બનાવાનો શોખ તેને વિરાસતમાં તેમની માતા કમળાબેન નીવુલગે પાસેથી મળ્યો હતો.કમળાબેન પોતાનુ નાનું એવું ટિફિનબોક્સનો વ્યવસાય કરતી હતી.જ્યાં તે લગભગ ૨૦ લોકો નું જમવાનું ટિફિન પેક કરતી હતી. ગીતાબેન જણાવે છે કે કાયમ તે પોતાની માતા ને જમવાનું બનાવામાં અને ટિફિન પેક કરવામાં મદદ કરતી હતી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ગીતાબેન જણાવે છે કે, મને યાદ છે કે હું ઘણીવાર ગેસ ની પાસે ટેબલ પર બેસી ને બધી સામગ્રી ભેળવી દેતી હતી અને આમ મારી માતા કમળાબેન ને તેની નાની હેલ્પર તરીકે કામ કરી આપતી હતી.મને આ કામ કરવામાં બહુ જ આનંદ આવતો હતો.ગીતા એ તે સમયે શીખેલી બાબતો આગળ જતાં તેને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં બહુ જ મદદ માં આવી. વર્ષ ૨૦૧૬ માં તેમણે પોતાના ઘર થી એક નાનો એવો બિઝનેસ શરૂ કર્યો.જેમાં તે મહારાષ્ટ્રીયન ફૂડ , સ્નેક્સ અને મીઠાઈ ઓ જેવી કે, મોદક, પૂરણપોળી, ચકરી ,પૌવા, અને ચેવડો બનાવી ને વેચતી હતી.આ કામ કરવામાં બહુ જ ઓછા પૈસા ની જરૂર પડતી હતી.આમ ગીતા ની હાથ નો સ્વાદ લોકો ને બહુ જ પસંદ આવવા લાગ્યો અને ધીરે ધીરે દર મહિને તેના ગ્રાહકોની સંખ્યા વધતી ગઈ.આજે આ વ્યવસાય ૩૦૦૦ થી વધુ ગ્રાહકોને પોતાની સેવા આપી રહ્યો છે અને વર્ષના ૧ કરોડ રૂપિયા ની આવક મેળવી રહ્યો છે.
ગીતાબેન નો જન્મ મુંબઈ માં જ થયો અને તેઓ ત્યાં જ મોટા પણ થયા.અને લગ્ન પણ આહિ જ મુંબઈ માં થયા.આથી તે મુંબઈ થી વધારે પરિચિત હતી.ગીતાબેન જણાવે છે કે , મુંબઈમાં મારા માટે માત્ર એક જ બદલાવ જોવા મળ્યો જે વિલે પાર્લે થી સાંતાક્રુઝ જવાનો. મારા પિતા એ બૃહમુંબઈ નગરપાલિકામાં કામ કર્યું અને માતા ઘરકામ કરતી હતી અને સાથે હોમ સેફ હતી.લોકો ને સ્વાદિષ્ટ ભોજન ખવડાવવાની પ્રેરના મને મારી માતા તરફ થી મળી હતી.મારા માતા બહુ જ સરળતાથી અને આરામ થી રસોઈ માં કામ કરતી હતી.અને સવાર સવાર માં જ અનેક વસ્તુઓ તૈયાર કરી નાખતી હતી જે જોવાની મને બહુ જ મજા આવતી હતી.
બહુ જ ઓછા પડે ગીતાબેન પોતાના સ્વાદિષ્ટ ભોજન ના કારણે પોતાના દોસ્તો અને પરિવારોમાં ઓળખાવા લાગ્યા. ગીતાબેન જણાવે છે કે તેના વિસ્તારમાં અનેક ધર્મના લોકો રહેછે. આથી ઘણીવાર તેઓ પણ ગીતાબેન ને ચકરી , પૂરણપોળી જેવી અન્ય સામગ્રી માટે ઓર્ડર આપતા હતા.ગીતાબેન વધારાના કોઈ ચાર્જ વગર આવી વાનગીઓ બનાવી આપતી હતી.થોડા સમય સુધી આમ ચાલતું રહ્યું.પરંતુ ૨૦૧૬ માં ગીતાબેન પતિ ગોવિંદ ની ડેન્ટલ લેબોરેટરી માં ક્લાર્ક ની નોકરી જતી રહી. એવામાં બાળકો ને ભણાવવાના,ઘર ચાલવાનું હતી પરંતુ નોકરી નહોતી.
આ ઘટનાના કારણે તેમને પહેલી વખત ઘર અને બાળકો ના ભવિષ્ય વિશે વિચારવા મજબૂર કર્યા અને પોતાની આવડત ને યોગ્ય દિશામાં જવા માટે પ્રેરિત કર્યા.
ગીતાબેન જણાવે છે કે તેમના દિકરા દર્શન અને વિનીત બંને સ્કૂલમાં હતા ત્યારે તેના ખર્ચા વધી રહ્યા હતા.મારી પાસે પહેલેથી જ ગ્રાહકો મોજૂદ હતાં અને મારા પતિ નો પણ પૂરો સપોર્ટ હતો અને સાથે મારા ભોજનના સ્વાદમાં પણ પૂરો વિશ્વાસ હતો આથી મે મારા ઘરે થી જ એક નાનો ટિફિન વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. આમ તો ગીતાબેન ઘણીવાર પોતાના સબંધીઓ માટે આવા નાસ્તો બનાવી આપતો હતી પરંતુ જ્યારે તેને પહેલો ઓર્ડર મળ્યો તો ત્યારે તે થોડી નર્વસ થઈ ગઈ હતી.૨૦૧૬ સુધી તે જમવાનું બનાવાનું કામ પોતાના જનુન ના કારણે કરતી હતી.
પરંતુ હવે આ એક વ્યવસાય અને ઘર ચલાવવાનું એક સાધન બની ગયું હતું.આથી હવે હું આને સાવ સરળ રીતે લઇ સકતી નહોતી.પહેલો ઓર્ડર ખાર માં રહેતા એક પરિવારને ત્યાંથી આવ્યો હતો.અને ગર્વની વાત તો એ છે કે આજે પણ તેઓ અમને જ નિયમિત ઓર્ડર આપે છે. ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી વિના કોઈ બ્રાન્ડ ના આધાર વગર જ ગીતાબેન ના ઘરની રસોઈ નું મહારાષ્ટ્રીયન ફૂડ બિઝનેસ ચાલતો હતો.જેની શરૂઆત ધીમી હતી પરંતુ ગીતા ને વિશ્વાસ હતો કે તે સફળ જરૂર થશે. બિઝનેસ ના શરૂઆત ના વર્ષોમાં તે પ્રભાત કોલોની માં BMC na કર્મચારીઓ ને ચા ને નાસ્તો સપ્લાય કરતી હતી.ગીતા બેન જણાવે છે કે તે પણ પોતાની માતા ની જેમ જ ઊર્જા થી કામ કરવા માંગતી હતી.રોજ સવારે મારું કામ શરૂ કરતાં પહેલા હું મારી માતા ને યાદ કરતી હતી.
ગીતાબેન ને એ જાણ નથી કે તેમને ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કેટલા રૂપિયા કમાયા છે પરંતુ તેમને એટલી જાણ હતી કે તે જે કંઈ કમાતી તે તેના ઘર ને ચાલવા માટે પૂરતું હતું .એવું પણ બની સકે કે અમે મહિનામાં એક લાખ રૂપિયા પણ કમાયા હોય પરંતુ તે માટે હું નિશ્ચિત કઈ શકું નહિ.વિનીત જણાવે છે કે તેણે પોતાની માતા ને બહુ જ કઠોર પરિશ્રમ કરતા જોઈ છે.તેઓ તેની માતા ને બિઝનેસ ને આગળ વધારવા બ્રાન્ડ અને માર્કેટિંગ વિશે જણાવવા માંગતા હતા.અને માતા ને સહકાર આપવા માંગતા હતા.આથી સૌથી પહેલા અમે પાટીલ કાકી નામ લઇ ને આવ્યા અને સોશિયલ મીડિયા નો લાભ લેવાનો નિર્ણય લીધો.જેનાથી વધુ માં વધુ લકો ને આ વ્યવસાય વિષે જાણકારી મળી રહે.
વિનીત દ્વારા વર્ષની કમાઈ ૧૨૦૦૦ લાખ રૂપિયા થી વધારી ૧.૪ કરોડ રૂપિયા સુધી કરી બતાવી. વિનીત કહે છે કે અમે સાંતાક્રુઝ માં ૧૨૦૦ વર્ગ ફૂટ ની જગ્યા લીધી જ્યાંથી અમે કામ કર્યે છીએ.અમારી સાથે અન્ય ૨૫ મહિલાઓ પણ છે જે અમારી સાથે વર્કશોપ માં કામ કરે છે.તે જણાવે છે કે હવે માતા અને ધનશ્રી કાકી ના નેતૃત્વ નીચે પાટીલ કાકી હવે સારું ચાલી રહ્યું છે.અને સાથે સંતોષજનક વાત તો એ છે કે અમારી સાથે અન્ય ઘણી મહિલાઓ ને પણ રોજગાર મળી રહ્યો છે.અમારા વર્કફોર્સ માં અત્યારે ૭૦ % મહિલાઓ j જોવા મળશે.જે પહેલી વખત કામ કરી રહી હોય.ગીતાબેન જણાવે છે કે એમાં ઘણી એવી પણ મહિલાઓ છે જેના પતિની નોકરી મહામારી ના સમયે છૂટી ગઈ હોય.
અનુરાધા ચૌધરી કે જે ઘણા સમયથી પાટીલ કાકી ના મહારાષ્ટ્રીયન ફૂડ મંગાવી રહી છે.તેનું કહેવું છે કે તે સ્વાદ અને ગણવંતા બંનેમાં સારી વસ્તુ આવે છે.અને તેમાં પણ પાટીલ કાકી ની સૌથી વધારે સારી તેમની સર્વિસ હોય છે.તેમની સર્વિસ બહુ સરસ હોય છે જે તમારા દરેક સવાલ નો તરત જવાબ આપતી જોવા મળે છે.અને સમસ્યા ને થોડી જ વાર માં દૂર કરે છે.સાથે સાથે સમય પાર ડિલિવરી પણ એક ખાસ વાત ગણાતી હોય છે. મોદક, પૂરણપોળી અને ચકરી સૌથી વધારે વેચાતી વસ્તુ છે.આ સાથે જ બેસનના લાડુ અને ચેવડા ની પણ માંગ રહે છે.લગભગ ૧૦૦૦૦ પૂરણપોળી અને ૫૦૦ કિલોગ્રામ થી વધુ ચકરી મુંબઈ અને પુના બનાવી ને દર મહિને મોકલવામાં આવતી હોય છે.ગીતાબેન નું કહેવું છે કે તેમણે સપનામાં પણ નહિ વિચાર્યુ હતું કે તેમનો વ્યવસાય એટલો આગળ વધશે.આ વ્યવસાય ની સફળતા મળે ઘણી વાર બહુ જ આનંદ આપે છે હું મારી જાતે કોઈ દિવસ એ સમજી જ નહીં સકેત કે સોશીયલ મીડીયા ના પ્લેટફો્મ માં આપડે કઈ રીતે આગળ વધી શકીએ આ માત્ર મારા દીકરા વિનીત ના કારણે જ શક્ય બન્યું છે.અત્યારે દર મહિને ૩૦૦૦ થી વધુ ઓર્ડર મળી રહ્યા છે અને સાથે ભવિષ્ય માં આની અન્ય શહેરો માં પણ બ્રાન્ડ નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.