બે બહેનના એકના એક ભાઈનું કામ કરતી વખતે અચાનક પગ લપસી જતાં કેનાલમાં ડૂબી જવાથી થયું મૃત્યુ…પરિવારના એકના એક
હાલમાં ક્યારે કોનું મોત થઈ જાય તે કોઈ કહી સક્તુ નથી. મનુષ્યો નું જીવન કેટલું છે તે કોઈ જાની સક્તુ નથી. કોઈને મોત કહીને નથી આવતું જેટલું કિસ્મતમાં જીવન જીવવાનું લખ્યું હોય તે તેટલું જ જીવન જીવી સકે છે. ઉપરવાળા પાસે કોઈનું ચાલતું નથી. હાલમાં એક એવો જ કરુન કિસ્સો સામે આવી રહ્યો છે કે જે સાંભણીને દરેક લોકોના આંખના આસું રોકી સકતા નથી. પાટણ તાલુકાનાં સમોડા ગામના 21 વર્ષના યુવાનનું પાણીમા લપસી જવાથી મૃત્યુ થયું હતું. અને પરિવારનો એકનો એક દીકરો આમ મૃત્યુ પામવાથી ઘરમાં અને ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.
જાણકારી મળ્યા અનુસાર પાટણ તાલુકાનાં સમોડા ગામે રહેતા 21 વર્ષના આકાશજી રમેશભાઈ કે જેઓ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો તે શનિવારે મંડપના સામાનને ધોવા માટે આકાશજી અને એક નવા આવેલા યુવાન બંને બાલિસણ થી બાબાસાણ નજીક આવેલ સુજલામ સુફલામ કેનાલ પર સાંજે ગયા હતા. જ્યારે તેઓ પાણી ના પીપને સાફ કરવા માટે કેનાલમાં પાણી ભરવા ઉતાર્યા ત્યારે અચાનક પાણીમાં પગ લપસી જતાં કેનાલમાં ગરકાવ થઈ ગયો હતોઅને કેનાલનું પાણીનો પ્રવાહ વધારે હોવાથી પાણીમાં તણાઇ ગયા હતા .
આ ઘટના બનતા તેમની સાથે આવેલા વ્યક્તિએ બૂમાબૂમ કરીને આજુબાજુના ગામના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રવિવારે સાંજે તરવૈયાની મદદથી જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યારે આકાશજીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના પિતા રમેશજી લક્ષ્મણજી ઠાકોરે બાલિસના પોલીસ મથકને અકસ્માતે મોત થયાનો ગુનો નોંધાયો હતો. તપાસ અધિકારી એ જણાવ્યુ હતું કે મૃતક પરિવારમાં એક નો એક દીકરો હતો અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો. આથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.