સુરતમાં વધુ એક પરિવારે મહેકાવી માનવતા! બ્રેનડેડ થયેલ આ વ્યક્તિના અંગો બીજાના શરીરમાં જીવિત થશે….એકના એક દીકરી રડતા રડતા બોલી

મિત્રો તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી દેશમાં ઓર્ગન ડોનર ખુબજ વધી ગયા છે. જેના દ્વારા જે તે વ્યક્તિને જરૂરી અંગ પૂરું પડતા તેણે એક નવું જીવન પ્રાપ્ત થતું હોઈ છે તેવામાં વાત કરીએ તો ટેક્ષટાઈલ આને ડાયમંડ સીટી તરીકે ઓળખાતા શહેર માંથી વધુ એક અંગદાનનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં જેમાં એક યુવક બ્રેઈનડેડ જાહેર થયા બાદ કિડની અને લિવરનું દાન કરી ત્રણને નવું જીવન અપાયું. જે ખુબજ સરાહનીય કાર્ય છે. તમને જણાવીએ તો કંસારા સમાજના જતીન વસંતલાલ કંસારા ઉ.વ 47ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી જતીનના કિડની અને લિવરનું દાન કર્યું છે.

ઘટના એવી બી હતી કે 407, નિરવ સ્કેવર એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, શુશ્રુષા હોસ્પીટલની સામે, વિજલપોર, નવસારી. મુકામે રહેતા જતીનભાઈ 2 નવેમ્બરના રોજ તેમના વેપારીને ત્યાં સાંજે 7 કલાકે ગયા હતા. આને ત્યાંજ અચાનક તેમને ચક્કર આવતા તેમજ વોમીટ થતા તેમની તબીયત બગડી હતી.આમ જે બાદ તેમને તાત્કાલિક નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ફીઝીશીયન ડૉ. ધર્મેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન હરિન મોદીએ સર્જરી કરી મગજનો સોજો દુર કર્યો હતો.


આમ જતીનભાઈ નાં મૃત્યુ બાદ તેમના અંગદાન માટે પરિવારજનો અંગદાનની પ્રક્રિયા સમજવા માંગતા હોવાથી તરતજ 16 નવેમ્બરના રોજ જતીનભાઈના મિત્રો, ડોનેટલાઈફનો સંપર્ક કરી પૂરી વાત જણાવી હતી. આમ જે બાદ પરિવારમાં બધાજ સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યુ કે જે વ્યક્તિ બ્રેઇનડેડ હોય તેના જ અંગોનું દાન થઈ શકે. બ્રેઇનડેડ જાહેર કરવા માટે હોસ્પિટલની બ્રેઇન સ્ટેમ ડેથ ડિકલેરેશન કમિટી દ્વારા એપ્નિયા ટેસ્ટ કરી જે તે દર્દીને બ્રેઇનડેડ જાહેર કરેલો હોવો જોઇએ. પરિવારજનોએ જણાવ્યું કે અમારા સ્વજનને ડોકટરોએ ક્લિનિકલી બ્રેઇનડેડ જાહેર કર્યો છે તો આપ ડોકટરો સાથે ચર્ચા કરી અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવો.


આમ સુરતની ડોનેટ લાઇફની ટીમે કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં મૃતક જતીનભાઈનો બ્રેઇનડેડ જાહેર કરવા માટેના જરૂરી ટેસ્ટ કરવા માટે જણાવ્યું ડોકટરોની 12 કલાકની જહેમત પછી પણ જતીનભાઈના એપ્નિયા ટેસ્ટ માટેના જરૂરી પેરામીટરમાં વધારો થતો હોવાથી એપ્નિયા ટેસ્ટ કરવો શક્ય થઈ શકતો ના હતો અને જતીનભાઈની તબિયત બગડતી જતી હોવાથી પરિવારજનોએ તેમણે સુરતની કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો.આમ જી બાદ તરતજ ડી રાત્રે કિરણ હોસ્પિટલના ડોકટરોની ટીમ નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ પહોચીને જતીનભાઈને સુરતની કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સફર કર્યા હતા. આમ આ સાથે ૧૭ નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે જતીનભાઈને બ્રેનડેડ જાહેર કરતાં કિડની અને લિવરના દાન માટે SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો.

આમ આ સાથે જતીનભાઈના પિતા વસંતલાલ એ જણાવ્યું હતું કે, જયારે ડોકટરોએ અમને જણાવ્યું હતું કે, જતીન હવે બચી શકે તેમ નથી. ત્યારે જ મને અંગદાનનો વિચાર આવ્યો હતો. પરંતુ મારી પુત્રવધુને આ વાત કહેવી કેવી રીતે તે અંગે મનોમંથન ચાલતું હતું. જતીનભાઈની પત્ની એકતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીરતો બળીને રાખ જ થઇ જવાનું છે તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. જતીનભાઈના ભાઈ રીતેશ કે જેઓ સાઉથ આફ્રિકા, બોત્સ્વાનામાં રહે છે તેમની સાથે પણ પરિવારજનોએ અંગદાન અંગેની ચર્ચા કરી ત્યારે તેમણે પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે.

તેમજ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરવુ જ જોઈએ. જતીનભાઈના પરિવારમાં તેમના વૃદ્ધ માતા-પિતા, પત્ની એકતા અને 13 વર્ષીય પુત્રી કિંજલ છે. જે નવસારીમાં આવેલ એ.બી. સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. આમ આ સાથે જતીનભાઈની 13 વર્ષીય પુત્રી કિંજલે તેની મમ્મીને જ્યારે કહ્યું કે, પપ્પા ત્રણ વ્યક્તિ ને નવું જીવન આપી જઇ રહ્યા છે, તારે જરા પણ રડવાનું નથી.કિંજલે તેના પપ્પાના કાનમાં કહ્યું કે, પપ્પા તમે મમ્મીની જરાય ચિંતા કરશો નહીં. ત્યારે હોસ્પીટલમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ. જતીનભાઈની 13 વર્ષીય પુત્રી કિંજલ, પત્ની એકતાબેનને, વૃદ્ધ માતા-પિતા વસંતલાલ અને ઉર્વશીબેનને, ભાઈ રિતેશને અને સમગ્ર કંસારા પરિવારે માનવતાનું કાર્ય કર્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *