વિદેશની ધરતી પર વધુ એક ભારતીય યુવાન નો કમકમાટીભર્યુ મોત થયું… ઘટના એવી ઘટી કે
આ દુનિયામાં ક્યાં વ્યક્તિને ક્યારે અને કવિ રીતે મોત આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે હાલ છેલ્લા ઘણા સમય થી વિદેશની ધરતી પર ભારતીય વ્યક્તિઓના ખુબજ મોત થતા જોવા મળ્યા છે. ઘણી વખત કોઈ હત્યામાં તો વળી કોઈ ગંભીર અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થતું હોઈ છે તેવીજ રીતે હાલ એક ભારતીય વ્યક્તિનું મોત થયું છે આવો તમને વિગતે આ ઘટના જણાવીએ કે થયું શું છે.
જો વાત કરવામાં આવે તો મોતની આ ઘટનામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઓસ્ટ્રેલિયાના કેનબેરા પ્રદેશનો છે જ્યાં આ 2023નો પ્રથમ માર્ગ અકસ્માત છે. અકસ્માત ગયા અઠવાડિયે થયો હતો. જ્યાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું કાર અકસ્માતમાં મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પંજાબના હોશિયારપુર જિલ્લાના કુણાલ ચોપરા સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ કામ પરથી પરત ફરી રહ્યા હતા.
આમ તે જ સમયે કેનબેરામાં વિલિયમ હોવેલ ડ્રાઇવ પર તેની કાર કોંક્રિટ પમ્પિંગ ટ્રક સાથે અથડાઈ હતી. ચોપરા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં બહુ-સાંસ્કૃતિક અને બહુભાષી પ્રસારણકર્તા SBS પંજાબીએ આની જાણ કરી. આમ આ ઘટનાને પગલે પ્રાથમિક તપાસ આધારે જાણવા મળ્યું છે કે, ચોપરાની કાર રોડની ખોટી બાજુએ શહેર તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી.
જેના કારણે ગંભીર ઇજા થતા ચોપરાને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કેનબેરા પ્રદેશનો આ 2023નો પ્રથમ માર્ગ અકસ્માત છે. અકસ્માત ગયા અઠવાડિયે થયો હતો. તેમજ જો વાત કરવામાં આવે તો ચોપરાના પિતરાઈ ભાઈ હની મલ્હોત્રા, કેનબેરામાં તેમની સાથે રહે છે, તેમણે SBS પંજાબીને જણાવ્યું કે અમારું હૃદય તૂટી ગયું છે અને તેમનો પરિવાર વિખેરાઈ ગયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.