વિદેશમાં વધુ એક પટેલ યુવકની થઇ ધોળા દિવસે કરપીણ હત્યા ! હત્યાનું કારણ જાણી તમને આંચકો લાગશે…મૂળ ગુજરાતના આ ગામનો હતો
મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ છેલ્લા ઘણા સમય થી ગુજરાતી વ્યક્તિઓની વિદેશમાં ખુબજ હત્યા થતી જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના પાટીદાર લોકો કે જેઓ વિદેશમાં જતા હોઈ છે અને ત્યાં જય નાના મોટા ધંધા શરૂ કરતા હોઈ છે. ગુજરાતના વધારે પડતા પટેલ વ્યક્તિ વિદેશમાં ધંધો કરતા જોવા માલ્ટા હોઈ છે. તેવામાં વિદેશમાં વધુ એક પાટીદાર યુવકની હત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને હત્યાનો ધ્રુજાવી દેતો કિસ્સો વિગતે જણાવીએ.
હત્યાની આ હચમચાવી દેતી ઘટના અમેરિકાના એટલાન્ટા સીટીમાંથી સામે આવી રઘી છે રહેતા મૂળ ગુજરાતના કરમસદના પાટીદાર યુવકની કરપીણ હત્યા થઈ છે હત્યાની આ ગંભીર ઘટનામાં પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કર્યો હતો. થયું એવું હતું કે પરિવાર જ્યારે બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનામના ગુજરાતી યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પીનલ પટેલના પત્ની અને દીકરી પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટનાની મળતી મળેલી પ્રાથમિક માહિતીમાં લૂંટ કરવા આવેલ અશ્વેત લૂંટારુઓએ ઉપર ઉપરી ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં મુળ કરમસદના વતની અને 52 વર્ષીય પીનલભાઈ પટેલનું કરૂણ મોત થયું છે. જ્યારે આ હત્યાની ઘટનામાં લૂંટારુઓના હુમલામાં રુપલબેન પીનલભાઈ પટેલ (ઉ 50) અને ભક્તિ પીનલભાઈ પટેલ (ઉ.17) ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.
આમ અમેરિકામાં વારંવાર ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની હત્યાના સમાચાર આવતા રહેતા હોય છે તેવામાં ફરી એક આવી ઘટના સામે આવી રહી છે. તેમજ આ સાથે એક વાત જરૂર ધ્યાનમાં લેવા જેવી છે એક અહેવાલ અનુસાર વિદેશમાં રહેતા ગુજરાતીઓની સંખ્યા અમેરિકામાં વધારે છે. તેની સામે ગુજરાતીઓ પર થયેલા હુમલાની સંખ્યા પણ વધારે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.