વધુ એક પટેલ દીકરી ની કરપીણ હત્યા ! પિતા એ રડી રડી ને હત્યારા વિશે જણાવી એવી વાત કે…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં એકતરફી પ્રેમમાં 47 વર્ષીય આધેડ રાજુ પટેલે કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરાનું ગળું કાપી નાખ્યું હતું. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના ખેડાના માતર તાલુકાના ત્રાજ ગામમાંથી સામે આવી રહી છે જ્યા આ દુઃખદ હત્યાની ઘટના બની હતી. એકતરફી પ્રેમમાં 47 વર્ષીય આધેડ રાજુ પટેલે કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરાનું ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં નરાધમે હત્યા બાદ છરીથી હાથ ઉપર પણ કાપા માર્યા હતા. ઘરમાં સૌની લાડલી દીકરીના મોતના 8 દિવસ બાદ પણ તેના માતા-પિતાની આંખોના આંસુઓ હજી સૂકાયા નથી. લાડલીન યાદ કરીને હજી રડ્યા રાખે છે. કૃપાના પિતા દિલીપભાઈને 3 સંતાન હતા. જેમા બે દીકરી અને એક દીકરો છે. કૃપા વચેટ હતી.

દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું, ‘એ શ્રાવણ મહિનો કરતી હતી. તે દિવસે એ ઘરેથી મંદિર જવા નીકળી હતી અને મહાદેવજીની આરતી પતાવીને પછી ઘરે આવી. એને ઉપવાસ હતો એટલે એ ફરી દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ. ત્યાં પેલો (રાજુ પટેલ) પાછળથી આવીને છરીના ઘા મારીને નાસી ગયો. આ ઘટના બની ત્યારે સાંજના 7.15 થી 7.30 ની આસપાસનો સમય હતો. હું ગામમાં રહું છું અને મંદિર તળાવ પર છે. ઘટના સ્થળથી મારું ઘર અડધો કિલોમીટર જેટલું દૂર છે. ઘટના બાદ આરોપી ગામમાં ક્યાંક નાસી ગયો હતો. 10 મિનિટમાં જ પોલીસ આવી ગઈ હતી. પછી પોલીસ પકડી લીધો હતો. હત્યારો મારા ઘરથી 10 મિનિટના અંતરે આવતાં બીજા ફળિયામાં રહે છે.’

પિતાએ વધુમાં ઉમેર્યું હતું, ‘દીકરીને બ્યૂટી પાર્લરનો ઘણો જ શોખ હતો. એ બધા કામમાં બહુ હોંશિયાર હતી. ઘરકામમાં, બોલવા-ચાલવામાં બધી રીતે હોશિયાર હતી. ફોટાનો પણ બહુ શોખ હતો. ઘરમાં એના પાડેલા ફોટા પણ બહુ જ છે. મોબાઇલમાં બહુ ફોટા પડતી હતી. એની સાથે જે છોકરી હતી, તેણે એવું કહ્યું હતું કે એ વખતે દુકાન પર કોઈ નહોતું. દુકાન આગળ ઓટલો છે, તેઓ ત્યાં ઠંડુ લેવા ચઢ્યા ત્યારે પેલો પાછળથી આવી છરીના ઘા મારી ત્યાંથી નાસી ગયો. એટલે એની મિત્ર ઘરે દોડતી દોડીતી આવી અને મારી પત્નીને ઘટના વિષે કહ્યું. ગામવાળા અને પોલીસ ખૂબ સારો સહકાર આપ્યો છે. મેં તો એવી વાત પણ સાંભળી છે કે આરોપીના પરિવાર એમ કહે છે કે તમારે એનું જે કરવું હોય એ કરો. અમારે એની સાથે કોઈ લેવાદેવા નથી.’ દિલીપ ભાઈએ આગળ દુઃખી સ્વરે જણાવ્યું હતું, ‘મારી દીકરી અને એની ભત્રીજી બંને નાનપણથી સાથે જ ભણતા હતા. એટલે એના ઘરે અવરજવર તો હતી જ. પરંતુ હમણાં 1 વર્ષથી એના ઘરે જવાનું બંધ કરી દીધું હતું અને બીજી બહેનપણીઓને ત્યાં મળતા હતા. દીકરી એ અમને તો કંઈ જણાવ્યું જ નહોતું. મેં મારી પત્નીને પણ આ અંગે સવાલ કર્યો હતો, પરંતુ તેને પણ કંઈ જ ખબર નથી. જો દીકરીએ અમને કંઈક કહ્યું હોત તો હું તેની પર એક્શન તો લેત.’

આ સાથે વધુમાં દિલીપ ભાઈએ કહ્યું હતું, ‘અમે પહેલેથી તેને ઓળખતા હતા, પરંતુ તે આવું કંઈ કરશે તેવું ક્યારેય વિચાર્યું નહોતું. મારી દીકરીએ પણ ક્યારેય એવું નહોતું કે કહ્યું કે તે મને હેરાન કરે છે, કારણ કે એ 46-47 વર્ષનો એટલે કે મોટી ઉંમરનો છે. પહેલાં એના વિષે સાંભળ્યું હતું કે એણે 8-9 વર્ષની બાળકીની છેડછાડ કરી હતી. એ પછી છોકરીની માતા એને બોલી હતી અને બાળકીના પિતાએ ફટકાર્યો માર્યો હતો. આ ઘટનાને લગભગ છ મહિના જેવુ થયું છે. એ છેડછાડ કરતો હોય તો નાની છોકરીને કંઈ ખબર પડે નહીં પણ છોકરીએ કદાચ કીધું હશે એટલે ઘરવાળાને ખબર પડી હશે. એના ઘણાં સમય પહેલા લગ્ન થયાં હતા. પછી છૂટું થઈ ગયું હતું. એ વ્યક્તિ એના ઘરમાં એની માતા સાથે ઉપર રહેતો જ્યારે એનો મોટોભાઈ એના પરિવાર સાથે નીચે રહેતો હતો.’

દિલીપ ભાઈએ આગળ જણાવ્યું હતું, ‘મારા પરિવારમાં મારા મમ્મી-પપ્પા, એક મોટી દીકરી અને નાનો દીકરો છે. મારી પત્ની છે. આ ઘટના પાછળ એનો ઇરાદો શું હતો એ તો અમને પણ ખ્યાલ નથી. અત્યારે એવો માહોલ થઈ ગયો છે કે બીજી દીકરીઓ પણ બહાર નીકળતા ડરે છે. આજે સવારે એની સ્કૂલવાળા પણ મળવા આવ્યા હતા. આ બનાવ બન્યો ત્યારે એની બહેનપણી સાથે હતી. એ જરાયે ડરતી નથી. પોલીસને એણે બધા જવાબ ફટાફટ આપી દીધા હતા. પોલીસે પણ તેની પીઠ થાબડીને કહ્યું હતું, ‘બેટા, ગામમાં તું એકલી જ મર્દ લાગે છે.’ મારી એક જ માગણી છે કે આરોપીને જાહેરમાં ફાંસી થવી જોઈએ. જેથી બીજું કોઈ પણ આવું કરતાં પહેલાં વિચાર કરે.’ કૃપાની મમ્મીએ કહ્યું હતું, ‘દીકરી શ્રાવણ મહિનો કરતી હતી. એટલે એણે મને કહ્યું હતું, ‘મમ્મા મારે ઠંડુ પીવું છે.’ મેં તો બીજા દિવસે લઈ આપવાની વાત કરી હતી. પછી મેં જ પૈસા આપ્યા અને તે દુકાને લેવા લઈ હતી. ખબર નહીં કંઈ ઘડીએ એ આવ્યો અને દીકરીને પાછળથી મારી ગયો. સામેથી આવ્યો હોય તો દેખાયો હોત.’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.