ભાવનગરમાં વધુ એક વ્યક્તિ આખલાનો શિકાર બન્યો! નસીબ તો જુઓ, કારમાં હતો તોય બચી ન શક્યો….

આ દુનિયામાં ક્યા વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ્રીતે જો વાત કરવામાં આવે તો વ્યક્તિને ગંભીર અકસ્માત, ક્યા તો કોઈ હત્યાની ઘટનામાં મોત આંબી જતું હોઈ છે. તો વળી હાલ છેલ્લા ઘણા સમયથી તમે જાણતાજ હશો કે રાજ્યમાં અને દેશમાં રખડતા ઢોરનો આતંક ખુબજ જોવા મળી રહ્યો છે જે આતંકમાં ઘણા લોકોનું મ્રત્યુ પણ થયું હતું. તેવીજ રીત હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક કારચાલક સાથે આખલો અથડતા યુવકનું મોત થયું છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો મોતની આ ધ્રુજાવી દેતી ઘટના ભાવનગર માંથી સામે આવી રહ્યો છે જ્યાં ત્રાપજ બંગલા પાસે રહેતા રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર કાર લઈ જઇ રહ્યા હતા. આ દરમિયાન આખલો ચઢી આવતા અકસ્માત સર્જાયો હતો. યુવાન આખલાની અડફેટથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ યુવકને સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં મોડી રાત્રે તેમનું મોત થયું હતું.

આ ઘટનાની મળતી વિગત પ્રમાણે, ભાવનગરનાં એક્સપ્રેસ વેનાં રસ્તા પર રિયાઝભાઈ રહીમભાઈ કાલાવતર કાર લઇને જઇ રહ્યા હતા. જ્યાં મોડી રાતે આંખલાએ કારને અડફેટે લીધો હતો. જે બાદ કાર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નીપજ્યુ છે.

જોકે હાલમાંજ થોડા સં પહેલા શહેરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા આધેડનું મોત નિપજ્યું હતુ. આ ઘટનામાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના આધેડનું મોત નિપજ્યું હતુ. તેઓ ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે ઉડાડતા મોત નિપજ્યું હતુ. તો મિત્રો જ્યારે પણ તમે રસ્તા પર કોઈ પણ વાહન ત્યારે ધ્યાનથી ચાલવવું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *