લગ્નના હજી એક વર્ષ પણ પૂરું નોતું થયું ને પત્નીએ ખાધો ગળાફાંસો ! સુસાઇડ નોટ માં લખ્યું કે….

હાલ દેશમાં અને રાજ્યમાં ઘણાં આપઘાતના મામલાઓ ખુબજ વધી રહ્યા છે જ્યારે આપઘાતની ની પાછળનું કારણ ઘણી વખત સામું આવતું હોઈ છે તો વળી ઘણી વખત કારણ મૃતક વ્યક્તિની સાથેજ દબાઈ જતું હોઈ છે વધારે પડતા કારણ ના ખુલાસા સુસાઈડ નોટ દ્વારા જ જોવા મળતા હોઈ છે જેમાં મૃતકે તેની આપઘાત પાછળનું કારણ લખીને સુસાઇડ કરતો હોઈ છે.

હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે આ કિસ્સો ગુનાના ફતેહગઢમાંથી સામો આવી રહ્યો છે. જ્યાં રહેતી મહિલાએ શનિવારે સાડીનો ફંદો બનાવીને પંખા સાથે બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાત કરતાં પહેલાં તેણે રૂમની દિવાલ પર સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે તેના પતિ પર અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

આમ તેણે સુસાઇડ નોટ માઁ લખ્યું હતું કે ‘ તેણે મને જીવતા જીવ મારી નાખી….42 વર્ષીય ઉમા ઉર્ફે જ્યોતિ અગ્રવાલે લખ્યું, ” દીપક અગ્રવાલ સાથે મારા લગ્ન થયાંને એક વર્ષ થઈ ગયું છે. હું આ ૧૧ મહિનામાં એકપણ દિવસ સુખી નહોતી રહી. તે ના તો મારી સાથે સરખી રીતે બોલતો કે ના તો મારી સાથે સરખી રીતે વાત કરતો. રાત્રે 12 વાગ્યે સૂવા માટે રુમમાં આવતો ને 2 મિનિટ વાત કર્યા પછી સૂઈ જતો. કોટાની હિનાએ મને બરબાદ કરી નાખી. તેને મારા પતિ સાથે સંબંધ છે. તેણે મારું ઘર તોડી નાખ્યું. તેને છોડશો નહીં, તેને પકડો, હિનાને કડકમાં કડક સજા કરો. મારા પુત્ર કે જેનું નામ વિનોદ છે તેને સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ. અહીં કોઈ નહિ રહે, તે ઈન્દોરમાં જ રહેશે. તેની કોટાવાળી સાથે વાત કરતી એક રેકોર્ડિંગ મારી પાસે છે.’

તેમજ વધુમાં લખ્યું હતું કે ‘તે દર મહિને તેની પાસે જતો અને તેની સાથે તમામ પ્રકારના સંબંધો રાખતો. મારા પતિએ ક્યારેય મારી સાથે પ્રેમથી વાત કરી નથી, ક્યારેય મને ખવડાવ્યું નથી. સૂવા માટે રાતે ઘરે આવે અને સવારે જતો રહે. આ લોકોએ મને જીવતે જીવ મારી નાખી. આ લોકોએ મને સખત માર માર્યો. મારી પાસેથી મારું બધુ જ લઈ લીધું. મારું બાળક તે બધું જ જાણે છે. મારા મોબાઇલમાં પણ તેમની સામેના તમામ પુરાવા છે.’

મહિલાએ ગળાફાંસો ખાધા બાદ જયારે પોલીસને ઘટનાની જાણ થતાજ તે ઘટના સ્થળે દોડી આવી હતી. ઈન્દોરમાં રહેતા ઉમાના ભાઈએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે તેની બહેન સાથે વાત થઈ હતી. એવું જ તેણે કહ્યું કે, ‘ભાઈ, અહીંયા બધા મને ખૂબ જ હેરાન કરે છે.’ આ સાંભળી તેણે તેને કહ્યું કે, કાલે સવારે આવીને લઈ જશે ને પછી એસ.પી.ને ફરિયાદ કરવા જશું. ભાઈએ કહ્યું કે, પહેલાં પણ ઘણી લડાઈ થઈ હતી. ચાર મહિના પહેલા ઝઘડો થયો ત્યારે બનેવી તેની બહેનને ઈન્દોરમાં મૂકી ગયા હતા. આઠ દિવસ પહેલાં એણે પાછો ફોન કર્યો અને તેણે કહ્યું કે, આ બાળકની પરીક્ષા ચાલુ છે, તેથી પાછા આવી જાવ. આઠ દિવસ પહેલા જ તે ઈન્દોરથી ફતેહગઢ પહોંચી હતી

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *