સુરત શહેરના વાઘેચા પાસે તાપી નદીમાં ઊંડે સુધી નાહવા પડેલ વધુ એક યુવકનો જીવ ગયો…બન્યું એવુ કે…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે. જે અકસ્માતમાં એક યુવાન દર્શન કરીને નદીમાં નહાવાની સોનુએ જીદ કરતા ચારે તાપીમાં નાહવા જતા જ્યાં ઉંડા પાણીમાં સોનુ ગરકાવ થઈ ગયો હતો. શોધખોર કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટના સુરત શહેરના વાઘેચા પાસે આવેલ નદીમાં બન્યો હતો. જ્યાં સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત શહેર ના ડીંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતો સોનુકુમાર શદેવસિંહ (27) (રહે. શ્રીનાથ નગર સોસાયટી નવાગામ, ડીંડોલી, સુરત) નાઓ તેના મિત્ર સંતોષ સુનિલ સિંહને 6 ઓગસ્ટના રોજ જણાવેલ કે આપણે ગલતેશ્વર ફરવા માટે જઈ એ. ત્યારબાદ તેમના અન્ય મિત્ર અજાદ ગોરેલાલ સિંહની રિક્ષામાં જવાનું નક્કી કર્યું હતું. સાથે તેમના મકાન માલિકનો દીકરો રોનક સુરમા શર્મા ને પણ તૈયાર કરી ચાર મિત્રો ગલતેશ્વર દર્શન કરવા માટે આવ્યા હતાં. ત્યાં દર્શન બાદ ભોજન કરીને બારડોલી તાલુકાના વાઘેચા દર્શન કરવા માટે નીકળ્યા હતા.

તેમજ વાત કરીએ તો ચારે મિત્રો નદીમાં નાહવા માટે ગયા હતા. તમામ કપડાં કાઢી નદીમાં નાહવા પડ્યા હતા. ત્રણ મિત્રોને તરતા ન આવડતું હોવાથી છીછરા પાણીમાં નહતા હતા. જ્યારે સોનુને તરતા આવડતું હોવાથી તે નદીના ઊંડા પાણી તરફ ગયો હતો.

આમ તે આ દરમિયાન સોનુ ઉંડા પાણીના વહેણમાં તણાઈ ગયો જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે અંગે તેમના મિત્રોએ સ્થાનિકોને જાણ કર્યા બાદ કડોદ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. તેમના પરિવારની રડી રડીને હાલત બેહાલ થવા પામી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.