એકના એક ભાઈનું ગંગા નદીમાં પડી જવાથી થયું મૃત્યુ. પરિવારમાં થયો ગમગીન માહોલ જાણો વધુ વિગત

હાલ મોટી સંખ્યામાં કચ્છ સહીત ગુજરાતના યાત્રિકો હરિદ્વાર સહીત ચારધામની યાત્રાએ પહોચ્યા છે.તેવામાં કચ્છથી હરિદ્વાર પહોચેલા પરિવાર સાથે એક કરુણ ઘટના બની ગઈ છે. જેમાં યુવક નદીમાં સ્નાન કરવા ગયો ને ડૂબી જવાથી તે મત્યું પામ્યો છે .નખત્રાણા તાલુકાના લાખીયારવિરાના ૧૯ વર્ષીય યુવાનનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું જેનાથી ગામમાં શાંતિનું વાતાવરણ થવા પામ્યું હતું .

લાખીયાવીરના  કલ્પેશ નરશી ડુંગરાણી જેમની ઉમર ૧૯ વર્ષ  તે હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોચયો હતો.તે પોતાના પરિવારજનો સહીત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર પહોંચ્યો હતો .આ દરમ્યાન યુવકોના સમૂહમાંથી કલ્પેશ ગંગાના જોરદાર પર્વાહમાં વહી ગયો હતો. ગંગા માં ડૂબી જવાથી કલ્પેશ કોઈને જોવા ના મળતા તેની શોધખોળ  હાથ ધરી હતી.

.ગંગાના આ વિસ્તારમાં નદીની ઊંડાઈ ઘણી વધારે હતી. જેનો કલ્પેશને અંદાજો આવી સક્યો નહિ અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તાણીને ડૂબી ગયો હતો રાત પડવાના કારણે આ યુવાનનું સર્ચ ઓપરેશોન થઇ શક્યું ના હતું અને બીજા દિવસે તેની લાશ મળી હતી. પોલીસને રવિવારે બપોર પછી આ યુવાનનો મૃતદેહ મળ્યો હતો જેને પોસ્ટમોટમ બાદ પરિવાર જનોને સોપી દેવામાં આવ્યો હતો .

શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકની લાશ વ્યાપક શોધખોળ ના અંતે રવિવારે મળી હતી .તેનો મૃતદેહ સોમવારે લાખીયાર્વીરા લઇ આવ્યા બાદ અંતિમક્રિયા પૂર્ણ કરી હતી .લાખીયાર્વીરા ના અગ્રણી આઈદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. તે પોતાના મોસાળના પરિવારજનો સાથે હરિદ્વાર ગયો હતો .આ ઘટનાની જાણ થતા ઘરમાં અને ગામમાં ગમનો માહોલ જોવા મળ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.