ગુજરાતનાં આ ગામના દરેક ઘરમાંથી એક દીકરો દેશની રક્ષામાં જોડાય છે ! સેન્યમાં જોડાવાનું પણ અહીયાના યુવકોનું એક જ કારણ….

મિત્રો આપણે આજે શાંતિ પૂર્વક પોતાનું જીવન આપણા ઘરમાં આપણા દેશમાં જીવી રહ્યા છે તે દેશના વીર જવાનોને લીધે જી આપણા માટે પોતાનું બધુજ ત્યાગ કરીને ગરમી હોઈ કે ઠંડી, કે પાવહિં વરસાદ, 24 કલાક આ જીવન આપણી રક્ષા કરતાં હોઈ છે. આજની પેઢીમાં પણ યુવાનોમાં આર્મી ની ભરતી પ્રત્યે ખુબજ રસ અને પ્રેમ જોવા મળે છે. અત્યાર સુધી દેશ માટે ઘણાં વીર જવાનો શહીદ પણ થયા છે. જી કોઈ નાની બાબત નથી. તેવાંમાં વાત કરીએ તો ગુજરાતનું એક ગામ એવુ છે કે જ્યાંથી ગામનાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા કરી રહ્યાં છે. આ મોટા ગામનાં પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતો દેશસેવા માટે અર્પણ કર્યા છે.

વાત કરીએ તો આ ગામ બનાસકાંઠા જિલ્લાનું મોટા ગામ છે જ્યાંની માટીમાંથી જ દેશસેવાની સુવાસ આવે છે. બનાસકાંઠાનું મોટા ગામ લગભગ ૬ ૦૦૦ લોકોની વસ્તી ધરાવે છે. આ ગામે અત્યાર સુધીમાં ભારતની રક્ષા માટે 300 જેટલા આર્મીનાં જવાનો અને પોલીસ જવાનો આપ્યાં છે. તમને જણાવીએ તો આ મોટા ગામની માટીમાં જ દેશ ભકિતની એવી સુવાસ ભરેલી છે કે તે દેશને નીતનવા વીર આપી રહી છે. આ ગામનાં બચ્ચાં બચ્ચામાં દેશદાજ કુટી-કુટીને ભરેલી છે. સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મુકતા હોય છે.

પરંતુ બનાસકાંઠાનાં આ મોટા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેનાં પરિવારજનો એક બાળક દેશસેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી રહ્યાં હોય છે. નાનપણથી જ મોટા ગામનાં બાળકો સૈનિક બનીને દેશસેવા કરવાના સપના સેવતા હોય છે. આ ગામનાં લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ તે અંગે Vtvની ટીમે મોટા ગામમાં પહોંચીને માહિતી મેળવી તો જાણવા મળ્યું કે ૧૯૭૬નાં વર્ષમાં મોટા ગામનાં હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામનાં બે યુવાનો ઇન્ડીયન આર્મીમાં જોડાયાં હતાં અને બસ બાદમાં આ ગામનાં લોકોમાં દેશદાઝ બહાર આવવા માંડી અને બાદમાં એક પછી એક યુવાનો અલગ-અલગ લશ્કરમાં જોડાવવા માંડ્યાં હતાં.

બનાસકાંઠા જિલ્લાનાં મોટા ગામનાં પ્રથમ બે યુવાનો 1976માં આર્મીમાં જોડાયાં હતાં. ત્યારે ભૂપતસિંહ રાજપૂત 1990માં કારગિલ ખાતે સફેદ નાલનાં ટાઇગર હિલ યુદ્ધમાં પોતાનાં મિત્રોને સાથે રાખી અને દુશ્મનો પર થ્રિ-પીપલથી યુદ્ધમાં વિજય હાંસલ કર્યો હતો. જેમાં સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં. જેથી આ ગામનાં યુવકોમાં આર્મીમાં જોડાવવાની દેશદાઝ ઉત્પન્ન થઈ.

ગામનાં યુવકોની આ દેશદાઝથી પ્રભાવિત થયેલા ગામનાં આર્મીમાં જોડનારા બંને યુવકોએ પણ નિવૃત્તિ બાદ મોટા ગામમાં આવીને નવી પેઢીમાં દેશદાઝ ઉત્પન્ન કરવાની સાથે-સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત તેમણે શારીરિક તાલીમ આપવાની પણ શરૂઆત કરી. બસ ત્યારથી જ મોટા ગામમાંથી એક પછી એક યુવાનો અલગ-અલગ લશ્કરમાં જોડાઈને આ નાનકડા ગામનું નામ રોશન કરી રહ્યાં છે.

મોટા ગામમાં માતા સૂરજદેવીનું વર્ષો જૂનું મંદિર આવેલ છે. આ ગામનાં જે પણ જવાન દેશની રક્ષા કરવા માટે જવાનું વિચાર કરે છે તે પહેલા આ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે અવશ્ય આવે છે અને ત્યાર બાદ જ સરહદ પર જવા માટે રવાના થાય છે. આ ગામનાં લોકોને આ દેવી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે આર્મીમાં જતાં પહેલા જરૂર માતા સૂરજદેવીનાં દર્શન કરીને જ જાય છે. જેથી સરહદ પર માતા તેમની રક્ષા કરે. આ ગામમાં શહીદ બહાદુરસિંહ નામની સરકારી શાળા પણ આવેલી છે જ્યાં ગરીબ લોકો પોતાનું ભણતર પૂરું કરી અને ભારત દેશની રક્ષા કરવા માટે તૈયાર થાય છે. જે ખુબજ ગર્વની વાત છે. આ દેશના જવાનો ને સોં સોં સલામ છે. જય હિન્દ, જય ભારત.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *