કડી: ફક્ત 11 માસના દીકરાએ માતાની મમતા ગુમાવી! ટ્રક ચાલકની એક ભૂલે કરી દીધા માં-દીકરાને અલગ, જાણી ભાવુક થશો…
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
અકસ્માતની આ ગોઝારૂ અકસ્માત કડી તાલુકાના નંદાસણ માંથી સામે આવી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશાબેન રબારી કે જેઓ વામજ ગામના વતની છે. તેઓનું રોડ અકસ્માતમાં કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું. થયું એવુ કે જ્યારે તેમની માતાની તબિયત નાતંદુરસ્ત હોવાથી છેલ્લા ચાર દિવસથી પોતાના પિયર વામજ ખાતે પોતાના દીકરા સાથે ગયા હતા. આમ જે દરમિયાન એકટીવા લઈને રાજપુર પાટિયા પાસે પહોંચતા પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતુ. જ્યાં તેમનો 11 માસનો દીકરો માં વગરનો નાદાર બન્યો છે. આજે આશાબેનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વિદાય આપવામાં આવી હતી.
આમ આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ તેમના પરિવારજનોને જાણ કરાતા તેમના પતિ રાજુભાઈ રબારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આશાબેન રબારીને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વેદ નામના દીકરાના માતાના કરુણ મોત નીપજતા માતા વગરનો નોંધારો બની ગયો છે. આમ અશાબેનનું કરુણ મોત નીપજતા સમગ્ર પોલીસની ટીમમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
જે બાદ આજે આજે સવારે તેઓને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. જ્યાં મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, આઈ.આર દેસાઈ ડી.વાય.એસ.પી, નંદાસણ PI આર. જે ધડુક કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર પટેલ લોંધણજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ એસ.બી ઝાલા સહિત વિવિધ તાલુકા તેમજ શહેરના પોલીસ કર્મીઓ વામજ ખાતે પહોંચી ગયા હતા અને મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ અગ્નિસંસ્કાર સમયે ગામના ખુબજ લોકો હાજર થયા હતા અને મહિલા કોન્સ્ટેબલને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો