ભાવનગરમાં ફક્ત 16 વર્ષીય સગીરાએ ઝેરી દવા પીને કરી લીધી આત્મહત્યા ! કેહતી કે ભાઈ કરતાં વધુ ભણવું છે, તો એવુ તો શું થયું કે જીવનનો અંત….

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ હાલ એક આપઘાતનો ધ્મારુજાવી દેતો માંમલો સામે આવી રહ્યો છે. જેમાં એક ૧૬ વર્ષીય સગીર દીકરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. તેમજ આ મામલે બે આવારા તત્વોને પણ પકડી પાડવામાં આવ્યા છે. જેમાં સામે આવ્યા મોટા ખુલાસાઓ, આવો તમને વિગતે જણાવીએ.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે આ હચમચાવી દેતી ઘટના ભાવનગર ના શિહોર પંથક માંથી સામે આવી રહી છે જ્યાં 15 દિવસ પહેલાં મોટાસુરકા ગામે લુખ્ખા તત્ત્વોના ત્રાસથી 16 વર્ષની સગીર દીકરી હિમાંશી જસાણીએ ઝેરી દવા પીને પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી. બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા હતા. પાટીદાર આગેવાનોએ આ કેસમાં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.આ ઘટના બાદ મૃતક દીકરીના પિતા મનોજભાઇ જેસાણી કહે છે કે ‘આ ઘટના 9 તારીખે સાંજે 8 વાગ્યા પછી બની હતી. એ દિવસે અમારા ઘરે પ્રસંગ હતો. મારા કૌટુંબિક મોટા બાપુજીના છોકરાનાં લગ્ન હતાં. સાંજે 5 વાગ્યે અમે જાન લઈને પરત પણ ઘરે આવી ગયા હતા. સાંજે 7 વાગ્યે મારા નાનાભાઇને સુરત જવું હતું. તેને મૂકવા હું બસ સ્ટેન્ડ ગયો હતો. મારાં મમ્મી અને ભાભી બંને ઘરે હતાં. સાંજે સવા આઠ વાગ્યે મારાં ભાભી સત્સંગમાં ગયાં હતાં. એ સત્સંગમાં જતાં જ હોય છે. હિમાંશીએ મારાં મમ્મીને સોડા લેવા બહાર મોકલ્યાં અને પોતે આ પગલું ભરી લીધું.’ તેમજ આ સાથે મનોજભાઈનો અવાજ ધીમે ધીમે ભારે થવા લાગે છે. આગળ ધ્રૂજતા અવાજે કહે છે ‘મારા ભાભી અને મમ્મી બંને ઘરે આવ્યાં તો હિમાંશી દરવાજો ખોલતી નહોતી.

આમ એ પછી મારાં ભાભી અને મમ્મીએ પડોશીને કહ્યું કે ‘મુકેશ અને અનિલને ફોન કરો જલદી.’ તો એમણે પૂછ્યું કે ‘કેમ?’ મમ્મીએ કહ્યું કે ‘ગુડ્ડી (હિમાંશી) આ દરવાજો ખોલતી નથી.’ એટલે બાજુવાળાએ મને ફોન કરીને કહ્યું કે ‘જલદી ઘરે આવી જાવ. ગુડ્ડી, દરવાજો ખોલતી નથી.’ અમે ઘરે આવી ગયા તો દરવાજો ખૂલતો નહોતો. મારા કાકાના દીકરાએ બારી ખોલી અને ચારેબાજુ અંદર જોયું. પણ અંદર કોઈ દેખાયું નહીં. અમારું ઘર ગામની વચ્ચે છે. એટલે ત્યાં સુધીમાં 150 લોકો આવી ગયા. પછી અમે ડેલો ખોલ્યો. અંદર ગયા. ત્યાં કોઈને વિચાર આવ્યો કે ટાંકાનું ઢાંકણું કેમ ખુલ્લું છે? ગામના આગેવાનો આવીને મોબાઇલની ટોર્ચ કરીને અંદર જોયું તો મારી હિમાંશી અંદર હતી. એમણે જ બહાર કાઢી.’

આમ વધુમાં આગળ મનોજભાઈએ કહ્યું કે, ‘હું જ્યારે ઘરે હાજર હતો ત્યારે મને એવું કંઈ દેખાયું નહોતું. બે દિવસ અગાઉ એ મારી સાથે આખો દિવસ રહી. વસ્તુઓ મંગાવી. એની મમ્મી સુરત હતી. એની સાથે વીડિયો પર વાત થઈ ત્યારે પણ કંઈ નહોતું લાગ્યું. કદાચ એ દબાણમાં હોય, મને કંઈ કહ્યું જ નહોતું. કહ્યું હોત તો ફરિયાદ કરત.’ આમ આ સાથે જ મનોજભાઇ આગળ જણાવે છે દીકરી હિમાંશીએ અંતિમ પગલું કેમ ભર્યું એ જાણવા માટે પછી અમે તેની બહેનપણીઓ સાથે વાત કરી. ત્યારે તેમણે કહ્યું કે ગામના ત્રણ લુખ્ખા યુવકો એમને રોકતા અને ટોકતા. મોટર લઈને નીકળતા. મને લાગે છે કે એમનો ત્રાસ તો પૂરેપૂરો હશે તો જ આવી ઘટના બને.

મનોજભાઈ કહ્યું હતું કે ‘ મેં પણ હિમાંશીને સલાહ આપી હતી કે આપણે એ તરફ નહીં જવાનું. અને એક્ટિવા શીખવા જાય તો બહેનપણીને લઈને જવાનું. એણે મને કહ્યું હતું અમે ત્યાં જઈએ તો એ ત્યાં ઊભા હોય જ છે. મેં કહ્યું હતું કે તો આપણે નહીં જવાનું. 10 દિવસ પહેલાં મને ગામમાંથી ખબર પડી હતી કે લુખ્ખા તત્ત્વોએ મારી દીકરીને હેરાન કરી હતી. હું ફરિયાદ પણ કરવા જવાનો હતો, પણ દરમિયાન ઘરમાં લગ્નપ્રસંગ આવ્યો, તો પછી પોલીસમાં જવાનું નક્કી કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે હિમાંશીની બહેનપણીઓ આ કેસમાં સાક્ષી બની છે. એમને જે ખબર હતી એ બધું એમણે લખાવ્યું છે. કઈ રીતે ટ્યુશનમાં જતી વખતે હેરાન કરતા હતા. છોકરીઓએ નામ આપ્યાં ત્યારે ખબર પડી, બાકી મને પહેલાં તો કંઈ ખબર નહોતી. હું વેપારી માણસ છું. સવાર-સાંજ ભાવનગર જવાનું હોય.’

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે આ લુખ્ખા તત્વોએ એક બીજી છોકરીને પણ હેરાન કરી હતી. પણ એ કોઈએ કંઈ કહ્યું નહીં. મારી દીકરી નાની-ભોળી હતી. એણે આ ત્રાસથી આવું પગલું ભરી લીધું. એ લોકો છોકરીઓને ધમકાવતા હોય, બ્લેકમેલ કરતા હોય, ફોટા પાડીને કદાચ હેરાન કરતા હોય એવી જાણ મને થઈ છે. આમ આ ઘટના બાદ ત્રણ આરોપીઓનાં નામ સામે આવ્યાં છે. જેમાં વિપુલ જોટાણા ઉર્ફે બિગ બી (ગાયત્રી પાર્ક સોસાયટી, સિહોર), મહેશ જોટાણા ઉર્ફે પપ્પુ (મોટા સુરકા) અને એક સોળેક વર્ષનો સગીર છે અને ભણે છે. જ્યારે વિપુલ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને મહેશ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મુખ્ય આરોપી વિપુલ જોટાણા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *