સુરતમાં ફક્ત 17 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાયને જીવનનો અંત આણ્યો ! શું હતું કારણ? માનસિક ત્રાસ કે ડિપ્રેશન ?

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક 17 વર્ષીય એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે આવો તમને આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના વિગતે જણાવીએ.

જો વાત કરવામાં આવે તો આપઘાતની આ ઘટના સુરત શહેર માંથી સામે આવી રહી છે. જ્યાં ડાંગનાં વઘઈ તાલુકાનાં બારખંડીયા ગામની વતની 17 વર્ષીય દેવાંશી ઇશ્વરભાઇ પાલવેએ પીપલાદ સ્થિત એસવીએનઆઈટી કોલેજમાં સિવિલ એન્જેનિયરિંગનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને આ દરમિયાન શુક્રવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થિનીએ દેવાંશીનાં રૂમનો દરવાજો અડધો ખુલ્લો જોઇ અંદર ગઇ હતી. અને જે બાદ તેને જોયું કે રૂમમાં દેવાંશીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે બાદ અન્ય વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં તમામ લોકોને આ અંગે જાણ થઇ હતી.

આ મ આ ઘટનાની જાણ થતા પોલીસને આ ઘટનાની જાણ કરતા તરતજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ મળતી વિગત પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે દેવાંશી હાલમાંજ થોડા સમય પહેલા ઉતરાયણની રજા લઈને ઘરે ગઈ હતી અને ચાર દિવસની રજા પુરી કર્યા બાદ હાલમાંજ તે સુરત પછી આવી હતી. તેમજ આ સાથે જાણવા મળી રહ્યું છે કે દેવાંશીએ અગાઉ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં મેથ્સનું પેપર નહોતું આપ્યું. જે અંગેની રજાચિઠ્ઠી પોલીસને મળી છે. તેમાં લખ્યું હતું કે, મારી તબિયત સારી ન હોવાથી પેપર નથી આપી શકી તો ફરીથી આપવા દેવામાં આવે. જે અંગેની ટેલિફોનિક વાત પણ તેના મિત્રને કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતુ કે, દેવાંશીએ તેની સાથે બાળપણથી અભ્યાસ કરતા અને હાલ બારડોલીની કોલેજમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા મિત્ર કરણ ગાવીત સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેણે એક વર્ષનો ડ્રોપ લેવાની વાત કરી હતી.

આમ આપઘાતની પહેલા દેવાંશીએ તેના મમ્મી સાથે વાત પણ હતી જે બાદ હોસ્ટેલના રૂમમાં જઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને આધારે પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યં છે કે, વિદ્યાર્થિનીએ અભ્યાસનાં તણાવને કારણે આ અંતિમ પલગું ભર્યું છે. ઘટના સ્થળે પહોંચીને પોલીસે ગળે ફાંસો ખાધેલ વિદ્યાર્થીનીના મૃતદેને નીચે ઉતાર્યો હતો. આસપાસની વિદ્યાર્થીનીઓની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે ઘટના અંગે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરી હતી. આમ હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *