સામાન્ય પંચર બનાવનારનો દીકરો બન્યો લાખોપતિ ! પહેલા રહેવા માટે સારું ઘર પણ નોતું હવે છે ગાડી, બંગલો…જાણો કેવી રીતે
જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે કોઈએ ઘણું શું કહ્યું છે કે “એટલી શાંતિથી મહેનત કરો કે તમારી સફળતા ઘોંઘાટ કરે” તેવીજ રીતિ આજે અમે એક ખુબજ પ્રેરણાદાયી સફળતાની સ્ટોરી લઈને આવ્યા છીએ. જેના વિષે જાણી તમને 100 % ગમશે. આવો તમને તેના વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો શિયલ મીડિયા પર એક છોકરાની સ્ટોરી વાયરલ થઈ રહી છે. આ છોકરાનું નામ મનોજ ડેની છે. તમને જણાવીએ તો યુટ્યુબર મનોજ ડેની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે એક વીડિયોમાં જણાવ્યું છે કે તેના પિતા સાઈકલ રિપેરિંગનું કામ કરતા હતા. પિતાની રોજની કમાણી લગભગ 250 રૂપિયા હતી. તેઓ એક ઝૂંપડીમાં રહેતા હતા. પરંતુ હવે મનોજ યુટ્યુબ પરથી બમ્પર કમાણી કરે છે. તે 25 લાખની કારમાં ફરે છે. તેની પાસે એક આલીશાન ઘર છે અને તે બીજું નવું ઘર બનાવી રહ્યો છે.

તેમના ચેનલની વાત કરવામાં આવે તો મનોજની યુટ્યુબ ચેનલ પર લગભગ 34 લાખ સબસ્ક્રાઈબર્સ છે. મનોજને ફેસબુક પર લગભગ 4 લાખ લોકો અને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 4 લાખ 85 હજાર લોકો ફોલો કરે છે. મનોજે જણાવ્યું કે તેના પિતા સાઇકલ રિપેરિંગનું કામ કરતા હતા.આમ મનોજે ITI પૂર્ણ કર્યા બાદ મનોજે ગુજરાતમાં એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ થોડા દિવસો પછી તે નોકરી છોડીને ઘરે પાછો આવ્યો. તે ઘરે ટ્યુશન ભણાવતો હતો અને સાયબર કાફેમાં પણ કામ કરતો હતો.થયું એવું કે એક દિવસ સાયબર કાફેમાં કામ કરતી વખતે મનોજે એક વીડિયો જોયો. થંબનેલ પર લખ્યું હતું – YouTubeથી પૈસા કેવી રીતે કમાવવા? મનોજે વિડિયો જોયો અને તેણે પણ યુટ્યુબમાંથી પૈસા કમાવવાનું નક્કી કર્યું. પરંતુ તેની શરૂઆત મુશ્કેલીઓથી ભરેલી હતી. ત્યારબાદ મનોજે ટેક ચેનલ શરૂ કરી. આ વખતે 100-150 વીડિયો અપલોડ કર્યા બાદ તેની કમાણી 80 ડૉલર સુધી પહોંચી ગઈ. પરંતુ પછી અચાનક તેનું એડસેન્સ એકાઉન્ટ ડિસેબલ થઈ ગયું.
આમ જે બાદ મનોજે કહ્યું કે, “તે પછી તેને યુટ્યુબની ગાઈડલાઈન્સ વિશે વધારે ખબર નહોતી. ત્યારે તેને ખબર ન હતી કે તેનું એડસેન્સ એકાઉન્ટ કેમ કાયમ માટે ડિસેબલ થઈ ગયું. મનોજે જણાવ્યું કે, તે આ ઘટનાથી ભાંગી પડ્યો હતો. તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ થોડા મહિનાઓ પછી, તેણે ફરીથી એક નવી YouTube ચેનલ શરૂ કરવાની યોજના બનાવી.” આમ જે બાદ મનોજ ડેની પાડોશીના ઘરની સીડીના પગથિયાં પર બેસીને વીડિયો બનાવતો હતો.
મનોજે જણાવ્યું કે, જ્યારે યુટ્યુબે તેની ચેનલનું મુદ્રીકરણ કર્યું ત્યારે તેની ચેનલ પર 33 હજાર સબસ્ક્રાઇબર્સ હતા. તેને યુટ્યુબ પરથી પહેલીવાર 14 હજાર રૂપિયા મળ્યા.આમ વધુમાં મનોજે કહ્યું, “યુટ્યુબથી કોઈપણ કમાણી કરી શકે છે. તમારી પાસે માત્ર સ્માર્ટફોન હોવો જરૂરી છે અને જ્ઞાન હોવું જરૂરી છે. જો ધૈર્ય, સમર્પણ અને સખત મહેનત હોય તો યુટ્યુબ પર કોઈપણ વ્યક્તિ આરામથી વિકાસ કરી શકે છે”

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.